+

નાણામંત્રી નિર્મલા સિતારમણે SBI ના અધિકારીઓને તતડાવી નાખ્યા, જાણો કારણ

ઓડિશામાં એક વૃદ્ધ મહિલા પેન્શન લેવા માટે તડકામાં પગપાળા બેંક સુધી જવું પડી રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો. ઓડિશાના નવરંગપુરની આ ઘટના 17 એપ્રીલના રોજ થઈ જેમાં વૃદ્ધાને ભારે તડકામાં…

ઓડિશામાં એક વૃદ્ધ મહિલા પેન્શન લેવા માટે તડકામાં પગપાળા બેંક સુધી જવું પડી રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો. ઓડિશાના નવરંગપુરની આ ઘટના 17 એપ્રીલના રોજ થઈ જેમાં વૃદ્ધાને ભારે તડકામાં પેન્શન લેવા માટે ઉઘાડા પગે જવું પડી રહ્યું છે. નાણાંમંત્રી નિર્મળા સિતારમણે વીડિયો શેક કરીને SBI બેંકને કહ્યું કે, તમારે માનવતા જોવી જોઈએ.

નાણાંમંત્રીએ ઉધડો લીધો
વૃદ્ધાનો વીડિયો સીતારમણે ટ્વીટર પર શેક કરી લખ્યું કે, આપણે એ જોઈ રહ્યાં છીએ કે બેંક મેનેજર આના પર જવાબ આપી રહ્યાં છે પણ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અને SBI આ મામલે માનવતા દાખવતા પગલાં ભરે, શું તમારી પાસે કોઈ બેંક મિત્ર નથી?

બેંક સફાળી જાગી, તાબડતોબ 3 ટ્વીટ કરી જવાબ આપ્યો

  • નાણામંત્રીના ટ્વીટ બાદ SBI સફાળી જાગીને તાબડતોબ ત્રણ ટ્વીટ કરી જવાબ આપ્યો હતો. SBI એ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી લખ્યું કે, મેડમ, આ વિડિયો જોઈને અમને પણ એટલું જ દુઃખ થયું છે. વિડિયોમાં શ્રીમતી સૂર્યા દર મહિને તેમના ગામમાં આવેલા CSP પોઈન્ટ પરથી તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન ઉપાડી લેતી હતી. વૃદ્ધાવસ્થાના કારણે સીએસપી પોઈન્ટ પર તેના ફિંગર પ્રિન્ટ મેચ થતા ન હતા.
  • અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, તેણીએ તેના સંબંધી સાથે અમારી ઝરીગાંવ શાખાની મુલાકાત લીધી. અમારા બ્રાન્ચ મેનેજરે તરત જ તેના ખાતામાં મેન્યુઅલી ડેબિટ કરીને રકમ ચૂકવી દીધી. અમારા બ્રાન્ચ મેનેજર એ પણ જણાવ્યું છે કે તેણીનું પેન્શન આવતા મહિનાથી તેના ઘરના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
  • તેમજ ત્રીજા ટ્વીટમાં SBI એ જણાવ્યું કે, અમે શ્રીમતી સૂર્યાને વ્હીલચેર સોંપવાનું પણ નક્કી કર્યું છે.

કોણ છે સુર્યા?
ઓડિશાના નવરંગપુરની 70 વર્ષિય વૃદ્ધા સુર્યાનો એક દિકરો અન્ય રાજ્યમાં મજુરી કરે છે તો તેણી પોતાના નાના દિકરા સાથે રહે જે અન્ય લોકોના પશુઓ ચરાવવાનું કામ કરે છે અને નાની ઝુપડીમાં રહે છે તેની પાસે પોતાની જમીન પણ નથી.

આ પણ વાંચો : HARSH SANGHAVI ની જેલ મુલાકાત બાદ અતિકને UP લઈ જવાયો

Whatsapp share
facebook twitter