+

અબુધાબીમાં PM મોદીને અપાયું Guard of honor

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) મંગળવારે 2 દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા. PM મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (President Sheikh Mohammed…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) મંગળવારે 2 દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા. PM મોદીએ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (President Sheikh Mohammed bin Zayed Al Nahyan) સાથે મુલાકાત કરી. આ દરમિયાન દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. એરપોર્ટ પર મોહમ્મદ બિન ઝાયેદે PM મોદીનું સ્વાગત કર્યું જ્યાં તેઓએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કર્યું. બાદમાં PM મોદીને Guard of honor આપવામાં આવ્યું હતું. PM મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘અબુ ધાબી એરપોર્ટ (Abu Dhabi Airport) પર મારું સ્વાગત કરવા માટે સમય કાઢવા માટે હું મારા ભાઈ મોહમ્મદ બિન ઝાયેદનો ખૂબ જ આભારી છું.’

આ પણ વાંચો – UAE માં નિર્માણ પામ્યું BAPS નું હિન્દુ મંદિર, જુઓ ગુજરાત ફર્સ્ટનો EXCLUSIVE અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter