સાધુઓના પિયર ગણાતા જુનાગઢ (Junagadh) ગીરનારની (Girnar) ભવનાથ તળેટીમાં આયોજીત થતાં મહાશિવરાત્રીના મેળામાં આ વખતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. મેળાને લઈને સાધુ સંતો, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ તંત્ર (Gujarat Police) , એસ.ટી. વિભાગ (GSRTC), મંદિરો અને આશ્રમોના મહંતો તથા નાના મોટા ધંધાર્થીઓ દ્વારા મોટાપાયે તૈયારી કરવામાં આવી છે. જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી (Mahashivratri 2023) મેળાનું આયોજન કરવામાં આવે છે
આ મેળાને મિની કુંભ પણ કહેવામાં આવે છે. દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહી અહીં 5 દિવસ સુધી રાવટી બનાવી તેમાં ધુણો ધખાવે છે. મહાશિવરાત્રીએ રવાડી નિકળે છે જેમાં નાગા સાધુઓ ભભુત લગાવીને નીકળે છે અને અંતે મૃગીકુંડમાં સ્નાન કરે છે.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો કાલે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતી થશે, મેળા દરમિયાન ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મહાઆરતીમાં ભાવિકોની ભીડ ઉમટી પડી છે, મેળાને લઈને સમગ્ર ભવનાથમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે, મંદિરો, અખાડા, આશ્રમો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે, નાગા સાધુઓના દર્શન માટે લોકોની ભીડ જોવા મળે છે.
ભવનાથના મેળા સાથે જોડાયેલી લોકવાયકાઓ
- મહાશિવરાત્રિના મેળાનું જ્યાં આયોજન થાય છે. તે પ્રાચીનકાળમાં વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે જાણીતું હતું. એવી લોકવાયકાઓ છે કે, શિવ અને પાર્વતી વાહાર કરવા નિકળ્યા હતા અને પ્રભાસખંડ ઉપરથી પસાર થતાં હતા ત્યારે માતા પાર્વતીનું ઉપવસ્ત્ર અહીં પડ્યું હતું અને ત્યારથી તે વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. જ્યાં વસ્ત્ર પડ્યું તે સ્થાને વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર છે. એવી માન્યતા છે કે, મંદિરના પ્રવેશદ્વાર પર નવગ્રહોનો વાસ છે અને આ પ્રવેશદ્વારમાંથી જે પસાર થઈ જાય તેની ગ્રહપીડાં દુર થાય છે.
- લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને 84 સિદ્ધોના બેસણાં છે એવા ગિરનારમાં રાજા ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં ન્હાવા માટે આવે છે. આ સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર આવતા નથી.
- મહાશિવરાત્રીના મેળાને જીવ અને શિવનું મિલન કહેવાય છે. એક એવી પણ લોક વાયકા છે કે આ દિવસે શિવ જીવ બનીને આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરી અદ્રશ્ય થઇ જાય છે. એ સિવાય ચિરંજીવી અશ્વસ્થામાં અને રાજા ભર્થુહરિ પણ આ મહાશિવરાત્રીના મેળાની રવાડીમાં કોઈને કોઈ સ્વરૂપે આવી છે અને શ્રાદ્ધાળુંઓ જાણતા અજાણતા ભગવાનના દર્શન થાય તેવી શ્રદ્ધા સાથે અહીં આવે છે.
ઈતિહાસમાં મહાશિવરાત્રી મેળો 5 વખત બંધ રહ્યો હતો…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.