+

kutch ની બોર્ડર પરથી ઘૂસણખોર ઝડપાયો, તપાસમાં સામે આવી વિગત

અહેવાલ. કૌશિક છાંયા કચ્છ   kutch :દેશની પશ્ચિમ સીમાએ આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આજે પાકિસ્તાની શખ્સની ધરપકડ કરવામાં આવી છે .માનસિક અસ્વસ્થ જણાતા શખ્સનો કબજો દયાપર પોલીસને સોંપવામાં આવ્યો છે.…

અહેવાલ. કૌશિક છાંયા કચ્છ

 

kutch :દેશની પશ્ચિમ સીમાએ આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આજે પાકિસ્તાની શખ્સની ધરપકડ કરવામાં આવી છે .માનસિક અસ્વસ્થ જણાતા શખ્સનો કબજો દયાપર પોલીસને સોંપવામાં આવ્યો છે.

 

 

કચ્છ (kutch) જિલ્લાની સીમાએથી બિનવારસી હાલતમાં માદક પદાર્થ મળવાની સાથે અનેક વખત પાકિસ્તાની ઘુસણખોર પણ ઝડપાતા હોવાની ઘટના બનતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત પાકિસ્તાની ઘુસણખોર સીમા સુરક્ષા દળના જવાનોએ ઝડપી પાડ્યો હતો.લખપત ખાવડા વચ્ચેના પિલ્લર નંબર 1137 પાસેથી મુકબધીર પાકિસ્તાની યુવક ઝડપાયો હતો.મુકબધિર પાસેથી કોઈ ભયજનક વસ્તુ મળી નથી.

 

સૂત્રોના કહેવા મુજબ આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ જણાઈ આવે છે અને તે કઈ બોલતો પણ નથી.ત્યારે પોલીસ દ્વારા ભુજની કોર્ટ પાસે પરમિશન માંગીને તેને સ્વસ્થ કરીને ક્યાંનો છે તે જાણવા તપાસ શરૂ કરવામાં આવશે.હાલ તબબકે મુકબધીર ભાષા જાણતા વ્યક્તિઓને બોલાવીને યુવકની હકીકત જાણવાના પ્રયાસ હાથ ધરાયા છે.સંભવિત આ યુવાન રખડતા ભટકતા અહીં સીમા ઉપર આવી ગયો હોવાનું તારણ છે.પરંતુ એક વાત એ પણ તપાસ માંગી લે તેમ છે કે સરહદ પર કડક પહેરો હોવા છતાં પાકિસ્તાની સીક્યુરિટીની નજરે આવ્યો નથી.જે તપાસનો વિષય છે.જ્યારે આ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને ક્ચ્છ  (kutch)આવ્યો ત્યારે સીમા સુરક્ષા દળના નીડર જવાનોએ પકડી પાડ્યો હતો.

 

આ બાબતે દયાપર પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એ.જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આજે ઝડપાયેલ શખ્સનું વજન 35 કિલો છે,તે સંભવિત સિંધ અથવા થરપારકરનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.તે કુપોષિત હોય તેવું કહેવાઈ રહ્યું છે.હાલ તબીબ દ્વારા તેની સાંકેતિક ભાષામાં પૂછપરછ કરવામાં આવશે .ઉલ્લેખનીય એ છે કે એક તરફ 26 જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે કોઈ બનાવ ન બને તે માટે સીમા સુરક્ષા દળના જવાનો હાઇએલર્ટ પર છે કચ્છની દરિયાઈ અને રણ સરહદે તમામ ચેકપોસ્ટ અને ચોકીઓ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે.

આ  પણ  વાંચો – Ambaji : દાંતાના કોંગી ધારાસભ્યનુ મોટુ નિવેદન, અમે આજે નહી તો કાલે રામ મંદિરના દર્શન કરવા જઈશુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter