+

ગોંડલના રીબડામાં લેઉવા પટેલ સમાજના મહાસંમેલનથી રાજકારણ ગરમાયું!

રાજકોટના ગોંડલના રીબડા ખાતે લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજા હાજર રહ્યા…

રાજકોટના ગોંડલના રીબડા ખાતે લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજા હાજર રહ્યા હતા. ધારાસભ્ય રમેશ ટીલાળા, સાંસદ રમેશ ધડુક પણ હાજર રહ્યા હતા. દરમિયાન, જયરાજસિંહ જૂથ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલના નામે પોસ્ટર વાયરલ થતા રીબડામાં રાજકારણ ગરમાયું હતું. મહાસંમેલન પહેલા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા હતા. લેઉવા પાટીદાર સમાજને જયરાસિંહનો હાથો ન બનવા કહ્યું હતું. વિધાનસભા ચૂંટણીથી જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ જૂથ સામસામે આવ્યા છે.

Whatsapp share
facebook twitter