+

Rajkot Rangoli: રાજકોટમાં રામ, લખન અને મા સિતાની અલૌકિક રંગોળી

Rajkot Rangoli: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ ભાવભેર…

Rajkot Rangoli: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

  • રાજકોટ શહેરમાં 2100 સ્કેવર ફૂટની અનોખી રંગોળી
  • 48 કલાકની અથાગ મહેનતથી અદભૂત રંગોળીનું નિર્માણ
  • રંગીલા રાજકોટમાં રામ પ્રસાદનું વેચાણ

રાજકોટ શહેરમાં 2100 સ્કેવર ફૂટની અનોખી રંગોળી

રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઈમિટેશન જ્વેલરી માર્કેટ એસોસિએશન દ્વારા રોડ ઉપર ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સંત કબીર રોડ ઉપર 2100 સ્ક્વેર ફૂટની રંગોળી કરવામાં આવી છે. તે રંગોળીમાં ભગવાન રામ, લખન અને જાનકી સાથે લંકાથી અયોધ્યા પધારી રહ્યા હોય, તે પ્રકારના દ્રશ્યો કંડારવામાં આવ્યા છે.

Rajkot Rangoli

Rajkot Rangoli

48 કલાકની અથાગ મહેનતથી અદભૂત રંગોળીનું નિર્માણ

30થી વધુ આર્ટિસ્ટ દ્વારા 48 કલાકની મહેનત બાદ રંગોળી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં બનેલી આ 2100 સ્ક્વેર ફૂટની રંગોળી હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ઇમીટેશન જ્વેલરીના પીન્ટુ રાઠોડના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં જ્યારે રામલલા રામ મંદિરમાં બિરાજી ચૂક્યા છે. ત્યારે અયોધ્યામાં હર્ષો ઉલ્લાસનો માહોલ છે.

રંગીલા રાજકોટમાં રામ પ્રસાદનું વેચાણ

તો અયોધ્યાથી દુર રંગેલી ગણાતી એવી રાજકોટ નગરી પણ અયોધ્યા નગરી બને તે પ્રકારનું આયોજન ઇમીટેશન જ્વેલરી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. જ્વેલરી માર્કેટમાં હાલ દિવાળી જેવો માહોલ છે. બહુમાળી ઇમારતો પણ રોશનીથી શણગારવામાં આવી છે. તો સાથે જ પ્રભુ જ્યારે મંદિરમાં બિરાજી ચૂક્યા છે. ત્યારે ગુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ હજારો ભક્તોને આપવામાં આવશે.

આ પણ વાંચો: Mehsana Ramyatra: મહેસાણાના એક ગામમાં રામ યાત્રા પર થયો પથ્થરમારો

Whatsapp share
facebook twitter