+

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિહાળો ગુજરાત ફર્સ્ટ પર…

એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવઘરે બેઠાં હરિભક્તોને મળશે મહોત્સવનો લાભ‘ગુજરાત ફર્સ્ટ’ પર નિયમિત સમાચારો પ્રસારિત થશેઅમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ(Pramukh Swami Maharaj)ના એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવમાં (Shatabdi Mahotsav) સેંકડોની સઁખ્યામાં ભક્તો ઉમટી પડશે. અમદાવાદમાં(Ahmedabad) 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ઉજવવામાં આવશે. જેના માટેની તડામાર તૈયારીઓ શરૂ ચાલી રહી હતી. જોકે હવે
  • એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવ
  • ઘરે બેઠાં હરિભક્તોને મળશે મહોત્સવનો લાભ
  • ‘ગુજરાત ફર્સ્ટ’ પર નિયમિત સમાચારો પ્રસારિત થશે
અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ(Pramukh Swami Maharaj)ના એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવમાં (Shatabdi Mahotsav) સેંકડોની સઁખ્યામાં ભક્તો ઉમટી પડશે. અમદાવાદમાં(Ahmedabad) 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ઉજવવામાં આવશે. જેના માટેની તડામાર તૈયારીઓ શરૂ ચાલી રહી હતી. જોકે હવે આ સમગ્ર શહેર તૈયાર થઇ ચુક્યું છે. આ સમારંભ દરમિયાન તમામ ક્ષેત્રના લોકો અહીં આવશે અને પ્રમુખ સ્વામી મહારાજને પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરશે. બીજી તરફ તેમના સાર્વભૌમિક જીવન, કાર્યો અને સંદેશ અંગે આકર્ષક પ્રસ્તુતીઓ અને પ્રદર્શનો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રમાં તા. 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમ્યાન અમદાવાદ ખાતે ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો(Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) લાભ લાખો ભક્તો-ભાવિકો નિર્ધારિત દિવસે પ્રત્યક્ષ પ્રાપ્ત કરશે. અન્ય દિવસોમાં પણ તેઓ અને દેશ વિદેશમાં અન્ય અસંખ્ય ભક્તો-ભાવિકો ઘરે બેઠાં મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકે તે માટે ‘ગુજરાત ફર્સ્ટ’ ન્યૂઝ ચેનલ દ્વારા નીચેના સમયે વિવિધ રીતે મહોત્સવના સમાચારો નિયમિત પ્રસારિત કરવામાં આવશે.
ભવ્ય ઉદ્‌ઘાટન સમારોહ
તા. 14 ડિસેમ્બર 2022, સાંજે 4:45 થી 8:00 કલાકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના (Narendra Modi)હસ્તે ભવ્ય ઉદ્ધાટન સમારોહ
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા
તા. 15-12-2022 થી તા. 15-1-2023 સુધી એક મહિનો ચાલનારા શતાબ્દી મહોત્સવમાં દરરોજ સવારે 6:15 થી 7:30 વાગ્યે પ્રાત:પૂજા થશે.
મહોત્સવની નિત્ય ઝલક
દરરોજ રાત્રે 9:00 થી 9:45 ગુજરાતી, હિન્દીમાં અને દરરોજ રાત્રે 9:45 થી 10:30 અંગ્રેજીમાં મહોત્સવની નિત્ય ઝલક જોવા મળશે.
પૂર્ણાહૂતિ
મહોત્સવનો શાનદાર પૂર્ણાહુતિ સમારોહ તારીખ 15 જાન્યુઆરી 2023 સાંજે 4:45 થી 8:00 ચાલશે.
મહોત્સવ સ્થળ
આખો મહિનો ચાલનારા કાર્યક્રમ માટે 600 એકર જમીનમાં પ્રમુખ નગરની રચના કરવામાં આવી છે. પશ્ચિમી ગુજરાતના ઓગણજ (Ognaj)સર્કલ નજીક એસપી રીંગરોડ પર આ પ્રમુખ નગરી બની છે. આ સાઇટ પર બધુ જ ફ્રી રહેશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter