+

CR Patil: Qatar ના મુદ્દા પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R Patil એ વડાપ્રધાનના તારીફોના ફૂલ ગુંથ્યા

CR Patil: કતાર (Qatar) માં ભારત સરકારને મોટી જીત મળી છે. કારણ કે… અગાઉ કતાર સરકાર દ્વારા ભારતના આઠ ભૂતપૂર્વ નૌકાદળના સૈનિકોને મૃત્યદંડની સજા આપવામાં આવી હતી. પરંતુ ભારતના સરકારના…

CR Patil: કતાર (Qatar) માં ભારત સરકારને મોટી જીત મળી છે. કારણ કે… અગાઉ કતાર સરકાર દ્વારા ભારતના આઠ ભૂતપૂર્વ નૌકાદળના સૈનિકોને મૃત્યદંડની સજા આપવામાં આવી હતી. પરંતુ ભારતના સરકારના અથાગ પ્રયત્નો દ્વારા આઠમાંથી સાત નૌકાદળના સૌનિકો ભારત પરત ફર્યા છે.

  • CR Patil એ મોદી સરકારની વિજયગાથા વર્ણવી
  • Operation Turkey પણ મોદી સરકારનો વિજય
  • દર વર્ષે મોદી સરકાર નાગરિકોનો વિશ્વાસ જીતે છે

CR Patil એ મોદી સરકારની વિજયગાથા વર્ણવી

ત્યારે આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) પત્રકાર પરિષદ ગાંધીનગરમાં ભાજપના કાર્યલયમાં યોજી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા વિદેશમાં ગેરકાયદેસર રીતે ફસાયેલા અનેક નાગરિકોમાં 10 વર્ષમાં ભારત પરત લાવવામાં આવ્યા છે. તેમાં હવે, વધુ એક ઉદાહરણ Qatar તરીકે સાબિત થયું છે.

આ કાર્ય બદલ દેશમાં મોદી સરકાર માટે મોદી હૈ તો મુંમકીન હૈના નારા લાગી રહ્યા છે. જ્યારે ગઈકાલે Qatar માં ફસાયેલા ભૂતપૂર્વ નાગરિકો ભારત પરત આવ્યા, ત્યારે તેમના પરિવાજનો સહિત દેશમાં આનંદની લાગણી પ્રસરી હતી. તેની સાથે વધુ એકવાર મોદી સરકાર તરફ લોકોના વિશ્વાસ અતૂટ થયો છે.

Operation Turkey પણ મોદી સરકારનો વિજય

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પાઈલોટ અભિનંદનને પાકિસ્તાન (Pakistan) સરકાર દ્વારા પકડી પાડવામાં આવ્યા હતો. ત્યારે પણ મોદી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તેને ભારત પરત લાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત વર્ષ 2013 દરમિયાન તૂર્કીમાં (
Operation Turkey) આવેલા ભાયનક ભૂકંપમાં અનેક ભારતીયો તૂર્કીમાં અટવાયેલા હતા. તેમને ઑપરેશન તૂર્કી (Operation Turkey) દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા.

દર વર્ષે મોદી સરકાર નાગરિકોનો વિશ્વાસ જીતે છે

તે સહિક યુક્રેન રસિયા (Ukraine-Russia) ના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પણ સહિ-સલામત પરત લાવવામાં આવ્યા હતા. આ વિવિધ ઉદાહરણો પરથી સાબિત થાય છે કે મોદી સરકાર દરેક વખતે ભારતીય નાગરિકા સાથે ન્યાય કર્યો છે. તેના કારણે મોદી સરકાર પ્રત્યે ભારતીય નાગરિકોના વિશ્વાસમાં વધારો થતો રહે છે.

આ પણ વાંચો: Jamnagar : GG હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ RMOએ કહ્યું – હવે નહીં જોવા મળે શ્વાન…

Whatsapp share
facebook twitter