+

શિવરાત્રીએ સુરતના શિવાલયોમાં વહી દૂધની નદીઓ, રોજ કરતા ૩ લાખ લિટર દૂઘ વધુ વેચાયું

મહાશિવરાત્રીમાં શિવ પૂજાનું મહાપર્વ છે. શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. કોઈપણ  ભક્ત શિવલિંગ પર જળ ચઢાવે તો તેને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. શિવજીને જળ અર્પિત કરવાનું મહત્ત્વ વધારે છે.પરંતુ શિવજીને ઠંડી વસ્તુઓ જેમ કે, પાણી, દૂધ, દહીં, ઘી વગેરે પણ ચઢાવવામાં આવે છે. અને આજે મહાશિવરાત્રીના પર્વ પર મોટા ભાગે લોકો દૂધ ચડાવી ભોલેનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે.જેથી શિવજી તેમની મનોકામàª
મહાશિવરાત્રીમાં શિવ પૂજાનું મહાપર્વ છે. શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. કોઈપણ  ભક્ત શિવલિંગ પર જળ ચઢાવે તો તેને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. શિવજીને જળ અર્પિત કરવાનું મહત્ત્વ વધારે છે.પરંતુ શિવજીને ઠંડી વસ્તુઓ જેમ કે, પાણી, દૂધ, દહીં, ઘી વગેરે પણ ચઢાવવામાં આવે છે. અને આજે મહાશિવરાત્રીના પર્વ પર મોટા ભાગે લોકો દૂધ ચડાવી ભોલેનાથને રીઝવવાનો પ્રયાસ કરે છે.જેથી શિવજી તેમની મનોકામના પૂરી કરે છે..
રોજ કરતા 3 લાખ લિટર વધારે દૂધનું વેચાણ 
આજે મહા શિવરાત્રીના પર્વ નિમિતે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. દેવો ના દેવ મહાદેવ ને રિઝવવા માટે વહેલી સવારથી શિવમંદિરોમાં લાંબી કતાર લાગેલી જોવા મળી હતી. શિવજીને રીઝવવા ભક્તો પાણીથી લઈને અલગ અલગ ફળ અને શિવલિંગ પર દૂધ ચઢાવતા જોવા મળ્યા હતા. આજના શિવરાત્રીના પાવન પર્વે શિવભક્તોએ મંદિરોમાં દૂધની નદીઓ વહાવી દીધી હતી. ખાસ કરીને સુરતમાં રોજિંદા કરતાં આજે અધધ ૩ લાખ લિટર દૂધનું વધુ વેચાણ થયું હોવાનું વેપારીઓના હિસાબી ચોપડે નોંધાયું હતું.. આ સાથે જ સુરત-તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની તિજોરી પણ  આજના દૂધ વેચાણથી છલકાઇ ગઇ. સામાન્ય દિવસોમાં સુરતમાં રોજનું ૧૨.૫૦ લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. પરંતુ શિવરાત્રીના પાવન પર્વને લઈને શનિવાર સુરતમાં ૧૫.૪૨ લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. 

સુરતમાં ગતવર્ષની શિવરાત્રી કરતા આ વર્ષે ૩૮,૦૦૦ લિટર વધુ દૂધ વેચાયું 
 ગત વર્ષની સરખામણીએ આ શિવરાત્રીએ સુરતમાં દૂધના વેચાણનો રેકોર્ડ તૂટ્યો છે..ગત વર્ષે સુરતમાં ૧૫.૦૪ લાખ લિટર દૂધ વેચાયું હતું  આ વર્ષે ૧૫.૪૨ લાખ દૂધનું વેચાણ થયું છે. એટલે ગતવર્ષ કરતાં આ વર્ષે ૩૮,૦૦૦ લિટર થી વધુ દૂધ વેચાયું છે.. દૂધની સાથે દૂધની અન્ય બનાવટોના વેચાણમાં પણ ડબલ ઉછાળો જોવા મળ્યો હતો. શિવરાત્રીએ ૨.૭૫ લાખ લિટર છાશ અને ૬૨ મેટ્રિકટન દહી અને ૯ મેટ્રિકટન પનીરનું પણ વેચાણ થયું હોવાનું દૂધના વેપારીઓએ જણાવ્યું હતું..

પૂજામાં ગાયનું દૂધ સૌથી પવિત્ર અને ઉત્તમ માનવામાં આવે છે
શિવરાત્રીમાં ભગવાન શિવની પૂજામાં દૂધના ઉપયોગનું વિશેષ મહત્વ હોય છે. દૂધને ધર્મ અને મનના પ્રભાવના દ્રષ્ટિકોણથી સાત્વિક માનવામાં આવે છે.જો કે ગાયનું દૂધ સૌથી પવિત્ર અને ઉત્તમ માનવામાં આવે છે. અને જો જળ ની વાત કરીએ તો જળમાં થોડું દૂધ ભેળવીને સ્નાન કરવાથી માનસિક તણાવ દુર થાય છે અને ચિંતાઓ ઓછી થાય છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter