આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આજે સરેન્ડર કર્યું છે. નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. ત્યારે આજે તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. દરમિયાન મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા .