+

Godhra News : ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓના રહેણાંકનું લોકાર્પણ કર્યું

અહેવાલ : નામદેવ પાટીલ Godhra News: Godhra ના પોલીસ મુખ્ય મથકમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ godhraથી નવ નિર્મિત પોલીસ રહેણાંક આવાસ…
અહેવાલ : નામદેવ પાટીલ

Godhra News: Godhra ના પોલીસ મુખ્ય મથકમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ godhraથી નવ નિર્મિત પોલીસ રહેણાંક આવાસ અને આર પી આઈ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ, Godhra, મોરવા હડફ, હાલોલ કાલોલ ના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેઓનો પરિવાર ઉપસ્થિત રહ્યો.

 

ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓના રહેણાંકનું લોકાર્પણ કર્યું

ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓના રહેણાંકનું લોકાર્પણ કર્યું

પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગના કર્મચારીઓને કામગીરીમાં વધુ સુગમતા મળે તેવા આશયથી પોલીસ જવાનો માટે નવીન રહેણાક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ પરિવારોને ગૃહ પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે Godhra News માં ઉપસ્થિત રહેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જામનગરમાં કુખ્યાત રઝાક સાઇચા બંગલો તોડી પાડવામાં આવ્યો છે તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, એમાં કહેવાનું ના હોય કરવાનું હોય તેવું નિવેદન આપ્યું હતું.

ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓના રહેણાંકનું લોકાર્પણ કર્યું

ગૃહમંત્રીએ પોલીસ કર્મીઓના રહેણાંકનું લોકાર્પણ કર્યું

Godhra News માં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ 380 અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત આવનાર સમયમાં પંચમહાલ જિલ્લા માટે નવીન 40 એસટી બસો ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પંચમહાલ ની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ પોલીસની કામગીરીની પ્રસંશા કરી હતી. જિલ્લાના નાગરિકોની ચોરી થયેલ દરેક ચીજ વસ્તુઓ પાછી આપવા બદ્દલ પંચમહાલ જિલ્લા એસપી અને તેમની ટીમને ગૃહ મંત્રીએ અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો: Amreli : સાંસદ નારણ કાછડીયા સામે જમીનોને બિન ખેતી કરવાના કૌંભાડનો આરોપ

 

Whatsapp share
facebook twitter