+

રાજ્યભરમાં વધી ગરમી, 4 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર

Gujarat News : ઉનાળીની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. લોકો બપોરના સમયે નિકળતા પહેલા વિચારી કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 દિવસ…

Gujarat News : ઉનાળીની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. લોકો બપોરના સમયે નિકળતા પહેલા વિચારી કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભુજ સૌથી ગરમ શહેર બન્યું છે. રાજ્યના એવા 4 શહેરો કે જેમા મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. વળી આવતા બે દિવસમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતા છે. ગરમી વધવાના કારણે રાજ્યમાં શાળાનો સમય સવારની કરવાની માંગ પણ ઉઠી છે.

રાજ્યના આ શહેરોમાં પડી રહી છે સૌથી વધુ ગરમી

  • રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગર 39.6 ડિગ્રી તાપમાન
  • વડોદરા 38 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગર 39 ડિગ્રી ડિગ્રી તાપમાન
  • ભૂજ 43.5 ડિગ્રી તાપમાન
  • ડિસામાં 37.6 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 38.6 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 40.4 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો – અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી ગરમી, 2 દિવસમાં ગરમીનો પારો થશે 40 ને પાર

આ પણ વાંચો – ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી, આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં YELLOW ALERT

Whatsapp share
facebook twitter