+

Gujarat First Exclusive: અમારો શું અપરાધ,આ શબ્દ કચ્છના પલાસવા ગામમાં રહેતા ઘાંચી પરિવારનો છે

Gujarat First Exclusive: વાત એવી છે કે પલાસવા ગામે વર્ષોથી રહેતો મુસ્લિમ ઘાંચી પરિવારના તમામ સભ્યોની ઊંચાઈ નાની છે. એટલે કે તેઓ અઢી ફૂટના છે. તેમની આ વિકલાંગતા અનેક સ્થળોએ…

Gujarat First Exclusive: વાત એવી છે કે પલાસવા ગામે વર્ષોથી રહેતો મુસ્લિમ ઘાંચી પરિવારના તમામ સભ્યોની ઊંચાઈ નાની છે. એટલે કે તેઓ અઢી ફૂટના છે. તેમની આ વિકલાંગતા અનેક સ્થળોએ પરેશાનીમાં મૂકી દે છે. તેઓ વિકલાંગ હોવા છતાં પણ તેમને સરકાર દ્વારા કોઈ જ સહાય મળી રહી નથી.

  • ક્યારેક કોઈ સર્ક્સનો શો હોય તો જઇ આવે છે
  • આર્થિક રીતે સંઘર્ષ કરવું બની રહ્યું મુશ્કેલ
  • ગુજરાત ફર્સ્ટની ટીમે કરી અપીલ મદદની

ક્યારેક કોઈ સર્ક્સનો શો હોય તો જઇ આવે છે

આરીફભાઇ અને તેમના પિતા, ત્રણ બહેન એક ભાઈની ઊંચાઈ નાની છે. તેમની ઊંચાઈ યોગ્ય ન હોવાના કારણે તેઓને કામ પણ મળતું નથી. ક્યારેક કોઈ સર્ક્સનો શો હોય તો જઇ આવે છે. બાકી નવરા ધૂપ બેસવું પડે છે. આ મોંઘવારીના સમયમાં કઈ રીતે ગુજરાન ચલાવવું તે એક પ્રશ્ન ઉભો થયો છે.

Gujarat First Exclusive

Gujarat First Exclusive

આર્થિક રીતે સંઘર્ષ કરવું બની રહ્યું મુશ્કેલ

જન્મજાતથી હાઈટ ન હોવાના કારણે ઘણી વખત પ્રસંગમાં પણ જઇ શકતા નથી. તેનું ખૂબ જ દુઃખ છે. આ પરિવાર આજે સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે. તેઓની વેદના સરકાર સાંભળે તે જરૂરી છે. આજે વર્ષોના વર્ષો વીતી ગયા પણ કોઈ જ પૂછા કરવા આવ્યું નથી. ગુજરાત ફર્સ્ટ ન્યુઝ અપીલ કરે છે કે આ પરિવારને તમે બનતી મદદ કરો,જે લોકો મજાક કરી રહ્યા છે તેઓને સમજવું રહ્યું કે આ પણ એક માનવી છે.

ગુજરાત ફર્સ્ટની ટીમે કરી અપીલ મદદની

આજે પરિવારના સભ્યો હળીમળીને રહે છે. એક બહેન આગણવાડીમાં નોકરી કરે છે. પણ પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલીરૂપ છે. ત્યારે આપણે સૌ આગળ આવીને આ પરિવારને આર્થિક રીતે મદદ કરવી જોઈએ. તેમના પરિવારમાના એક સભ્યનો આ 9512213279 ફોન નંબર છે. ગુજરાત ફર્સ્ટ પરિવારને મદદ કરવા માટે આપ સૌને અપીલ કરે છે.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: Kailash Kher : તરભ વાળીનાથ ધામ ખાતે પરફોર્મ કરશે કૈલાશ ખેર, Gujarat First સાથે કરી ખાસ વાતચીત

Whatsapp share
facebook twitter