+

Godhra school accident: ફરી એકવાર રાજ્યમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂક્યો શાળા સંચાલકોએ

Godhra school accident: ગોધરાના જાફરાબાદમાં હોલી ચાઈલ્ડ શાળામાં બાળકો સાથે મોટી દુર્ધટના સર્જાઈ છે. શાળામાં annual function ની પૂર્વ તૈયારી દરમ્યાન સ્ટેજ મંડપ વચ્ચેથી તૂટી પડતાં મોટી દુર્ધટના સર્જાઈ હતી.…

Godhra school accident: ગોધરાના જાફરાબાદમાં હોલી ચાઈલ્ડ શાળામાં બાળકો સાથે મોટી દુર્ધટના સર્જાઈ છે. શાળામાં annual function ની પૂર્વ તૈયારી દરમ્યાન સ્ટેજ મંડપ વચ્ચેથી તૂટી પડતાં મોટી દુર્ધટના સર્જાઈ હતી.

  • શાળામાં એન્યુયલ ફંકન્શનનું આયોજન
  • વિદ્યાર્થીઓ સ્ટેજ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો
  • 13 વિદ્યાર્થીઓ થતા હતા ઘાયલ

શાળામાં annual function નું આયોજન

Godhra school accident

Godhra school accident

 

ગોધરાના તાલુકાના જાફરાબાદના કનેલાવ પાસે હોલી ચાઈલ્ડ નામની શાળા આવેલી છે. આ શાળામાં આગામી સમયે annual function નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કલા પ્રદર્શન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ સ્ટેજ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો

ત્યારે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં બનાવેલ સ્ટેજ પર અભ્યાસ કરવામાં આવી રહ્યા હતો. જો કે બાળકો આ સ્ટેજ પર ડાંસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તે સમયે સ્ટેજના મંડપનો એક ભાગ એકાએક ધરાશાહી થયો હતો.

13 વિદ્યાર્થીઓ થતા હતા ઘાયલ

આ દુર્ધટનામાં શાળાના 13 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે તમામ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ ઘરે મોક્લી અપવામાં આવ્યા હતા.

આ ઘટના પર સ્ટેજ પાછળ ટેકા ન હોવાના કારણે ધટના બની હોવાનું માલુમ જણાવ્યું હતું. તે ઉપરાંત મંડપ ડેકોરેશનના કારીગરો ભૂલ સ્વીકારવાના બદલે મંજૂર પર ગુસ્સે થઈ રહ્યા હતા. ભારે પવનનાં કારણે મંડપ ધરાશાય થયો હોવાનું જણાવી સમગ્ર મામલો દબાવવા શાળા સંચાલક દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: PM Awas Yojana: પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું કે, મકાન કેવું મળ્યું છે?

Whatsapp share
facebook twitter