
વડોદરામાં એ માર્ટ ઇન્ટિરિયર કંપનીના બે કર્મચારીઓ કંપનીના માલિક પાસે પોતાનો દોઢ માસનો બાકી પગાર લેવા જતાં માલિકે ઝઘડો કરી તેમના પર હુમલો કરી બચકા ભર્યાંનો કિસ્સો સામે આવ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સારાભાઈ કેમ્પસના નોટસ આઈટી પાર્કમાં આવેલી એ માર્ટ ઇન્ટિરિયર કંપનીના કર્મચારી ચિરાગ પટેલ અને દીપ રાઠોડ તેમની કંપનીમાં દોઢ માસથી બાકી સેલેરી લેવા માટે માલિક અનિલ કનરિયા પાસે ગયા હતા. પરંતુ આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો.

પગારની વાતચીત દરમિયાન એ માર્ટ ઇન્ટિરિયર કંપનીના માલિક અનિલ કનેરિયાએ રોષે ભરાઈને ચિરાગ પર લાકડાથી હુમલો કર્યો ત્યારે બચાવમાં ચિરાગે લાકડું પકડી લીધું ત્યારે અનિલ કાનેરિયાએ ચિરાગના શરીર પર અલગ અલગ જગ્યાએ બચકા ભર્યા ત્યારબાદ ફરિયાદી ચિરાગ પટેલ અને દીપ રાઠોડ એ 100 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.