+

કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી

કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી કરવામાં આવી.40 ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૬ ફૂટ લંબાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો.કુમકુમ મંદિર (Kumkum Temple) દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ 40 ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર (Swaminarayan Mahamantra)અંકિત થયેલો ૬ ફૂટ લંબાઈ ઘરાવતો
  • કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી કરવામાં આવી.
  • 40 ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર લખેલો ૬ ફૂટ લંબાઈ ધરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો.
કુમકુમ મંદિર (Kumkum Temple) દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૧મી જયંતી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ 40 ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર (Swaminarayan Mahamantra)અંકિત થયેલો ૬ ફૂટ લંબાઈ ઘરાવતો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
221 વર્ષ પહેલાં મંત્ર આપ્યો હતો
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજથી રર૧ વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત્‌ ૧૮૫૮ ના માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ ” નામ આપ્યું. અને ત્યારથી આ સંપ્રદાય એ “સ્વામિનારાયણ સંપ્રદાય ”તરીકે પ્રસિદ્ધ થયો.અને ત્યારપછી સૌ કોઈ સહજાનંદસ્વામીને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખતા થયા. તેથી આ માગશર વદ એકાદશીની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે. આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી ભૂત,પ્રેત આદિ નાશી જાય છે. આધિ, વ્યાધિ,ઉપાધિ ટળી જાય છે.આ લોક અને પરલોકમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરનાર સુખ – શાંતિને પામે છે.આ મંત્રનો જાપ કરનારને શ્રી સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter