+

Ahmedabad : PM મોદીએ એક સાથે સવા લાખ મકાનોની ચાવી આપી : અમિત શાહ

Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગુજરાતીઓને આજે કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કર્યુ.અમદાવાદમાં ઔડા અને…

Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગુજરાતીઓને આજે કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ આપી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કર્યુ.અમદાવાદમાં ઔડા અને AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યુ.તો અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયા છે.

 

દરેક ક્ષેત્રમાં 10 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો-અમિત શાહ
અમિત શાહે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક કામોને ગતિ આપી.દરેક ક્ષેત્રમાં 10 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ગતિ જાળવી રાખી છે.તેમણે કહ્યુ કે વિકાસની વ્યાખ્યા ગુજરાતના નાના ગામોથી આપવાનું શરુ કરવામાં આવ્યુ છે.

 

 

 

1900 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
વાડજ, જેતલપુર અને છારોડીમાં અમિત શાહની જાહેરસભા છે. જેમાં વાડજ ખાતેની જાહેરસભામાં અમિત શાહે જણાવ્યું છે કે 1900 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. 3 લોકસભા ક્ષેત્રોમાં 1900 કરોડના વિકાસ કાર્યો કર્યા છે. નરેન્દ્ર ભાઈએ એક જ સાથે સવા લાખ લોકોને ચાવી આપી છે. આજે 10 જ વર્ષમાં ભારત વિશ્વમાં 5 માં નંબરે પહોંચ્યુ છે. નરેન્દ્ર ભાઈની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજા નંબરે લઈ જઈશું. 22 જાન્યુ.એ અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.

સ્લમના પુનર્વિકાસ માટે રામાપીરના ટેકરાના ઝૂંપડપટ્ટીમાં મન ખુશ થઈ જાય એવા આવાસોનું આજે લોકાર્પણ થયું છે. હું 1983થી સંગઠનના કામ માટે સાઈકલ લઈને આ ટેકરા પર જતો. આજે હું એમને મળ્યો અને તેમના ઘર જોઈને મને પણ હ્રદયમાં ખૂબ આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ.

 

લોકસભા ચૂંટણીમાં 400 બેઠક પારનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.વર્ષોથી જે કામોની રાહ જોવાતી હતી,તે કામ મોદી સરકારે પૂર્ણ કર્યા છે. મોદી સરકારે રામ મંદિર નિર્માણનું કામ પૂર્ણ કર્યુ છે. આ સાથે જ અમિત શાહે દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે દ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા હતા. તો કોંગ્રેસકાળમાં અટકેલા વિકાસ કામોને લઇને પ્રહાર પણ કર્યા હતા.

 

 

 

ટૂંક સમયમાં MRI મશીન પણ આરોગ્ય કેન્દ્રમાં મુકાશે

સાડા પાંચસો વર્ષથી દેશના નાગરિકો રાહ જોતા હતા. સમગ્ર વિશ્વ અચંબિત થાય તેવું સુંદર મંદિર બનાવ્યું છે. અનેક કામોને નરેન્દ્રભાઈએ ગતિ અને દિશા આપી છે. 10 વર્ષમાં 5 વર્ષ ખાડો પૂરવામાં ગયા છે. 370 સીટો ભાજપની આવશે. આજે મહર્ષિ દયાનંદની જન્મજયંતી છે. માતૃભાષા અને વેદોની જાગૃતતાની ચળવળ મહર્ષિ દયાનંદે ચલાવી હતી. તેમજ ગાંધીનગર, અમદાવાદ લોકસભામાં EWS આવાસનો ડ્રો થયો છે. તેમાં અનેક વિકાસના કામોનું ભૂમિપુજન થયું છે. આજે એક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. ખૂબ જ સુંદર અને સુવિધા ધરાવતું આરોગ્ય કેન્દ્ર છે. તેમાં આસપાસ રહેતા અનેક લોકોને આરોગ્યની સેવાઓ મળશે. તથા MRI મશીન અને આંખની તપાસ પણ અહીં થશે. ટૂંક સમયમાં MRI મશીન પણ આરોગ્ય કેન્દ્રમાં મુકાશે.

 

 

આ  પણ  વાંચો  – Yagna Shala : અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી

Whatsapp share
facebook twitter