+

ભાવનગરના તણસા ગામે પાઇપ લાઇન લીકેજ થતાં ખેતરમાં પાણી-પાણી

ભાવનગરના ઘોઘા તાલુકાના તણસા ગામે પાઇપ લાઇન લિકેજ થઈનર્મદા નિગમની પાઇપ લાઇન લિકેજ થતા ચારે તરફ પાણી જ પાણીખેડૂતના ખેતરમાં પાઇપ લાઇન લીકેજ ખેડૂતનો 600 મણ કપાસ પણ પાણી થઈ ગયોખેડૂતને અંદાજે 9 થી 10 લાખની નુકશાની આ નુકશાની માટે જવાબદાર કોણ ?ભાવનગર (Bhavnagar)જીલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે ખેતરમાંથી પસાર થતી નર્મદા નિગમની પાઇપ લાઇન લિકેજ થઈ જતાં ખેતર પાણી પાણી થઇ ગયું હતું. પાણીનો ફોર્સ એટલà
  • ભાવનગરના ઘોઘા તાલુકાના તણસા ગામે પાઇપ લાઇન લિકેજ થઈ
  • નર્મદા નિગમની પાઇપ લાઇન લિકેજ થતા ચારે તરફ પાણી જ પાણી
  • ખેડૂતના ખેતરમાં પાઇપ લાઇન લીકેજ 
  • ખેડૂતનો 600 મણ કપાસ પણ પાણી થઈ ગયો
  • ખેડૂતને અંદાજે 9 થી 10 લાખની નુકશાની 
  • આ નુકશાની માટે જવાબદાર કોણ ?
 
 
ભાવનગર (Bhavnagar)જીલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે ખેતરમાંથી પસાર થતી નર્મદા નિગમની પાઇપ લાઇન લિકેજ થઈ જતાં ખેતર પાણી પાણી થઇ ગયું હતું. પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે ખેડૂત કંઇ વિચારે તે પહેલાં જ ખેતર તળાવમાં ફેરવાઇ ગયું હતું. પાણીના કારણે ખેડૂતનો 600 મણ કપાસનું નુકશાન થયું હતું.
 
પાણીનો ફૂવારો ઉડયો
ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે દશરથસિંહ નામના ખેડૂતનું ખેતર આવેલું છે. ખેતરમાંથી નર્મદા નિગમની પાણીની પાઇપ લાઇન પસાર થાય છે. નિગમની બેદરકારીના કારણે પાઇપ લાઇનમાં અચાનક લીકેજ થતાં પાણીનો ફૂવારો ઉડયો હતો. પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે પાણી થોડીવારમાં તો આખા ખેતરમાં ફરી વળ્યું હતું. સતત પાણીનો ભારે પ્રવાહ હોવાના કારણે ખેતરમાં તળાવ જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. 
 
ખેતરમાં તળાવ જેવી સ્થિતીનું નિર્માણ
ખેતર પાણી પાણી થઇ જતાં ખેડૂતના 600 મણ કપાસનું નુકશાન થયું હતું.  નુકશાનના કારણે ખેડૂતને અંદાજે 9થી 10 લાખનું નુકશાન થયું હતું. ખેડૂતને આટલા નુકશાનની ભરપાઇ કોણ કરશે તે સવાલ હવે પૂછાઇ રહ્યો છે કારણ કે ખેડૂત પાયમાલ થઇ ગયો છે. ખેડૂતનો સામાન પણ પલળી ગયો છે.   શું સરકાર,  નર્મદા વિભાગ કે પાણી પુરવઠા વિભાગ આ જવાબદારી સંભાળી ખેડૂતને પૂરતું વળતર આપશે તે સવાલ પુછાઇ રહ્યો છે. 
 
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter