+

વટ સાવિત્રી વ્રતના દિવસે કેમ વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, જાણો તેનું ધાર્મિક મહત્ત્વ

વટ સાવિત્રી વ્રતએ પરિણીત મહિલાઓનું વ્રત છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ વ્રત કરનાર સ્ત્રના પતિનું આયુષ્ય લાંબું થાય છે. વિવાહિત જીવન સુખમય રહે છે. હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ ​​સાવિત્રી વ્રત રાખે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત દર વર્ષે જ્યેષ્ઠ માસની અમàª
વટ સાવિત્રી વ્રતએ પરિણીત મહિલાઓનું વ્રત છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ વ્રત કરનાર સ્ત્રના પતિનું આયુષ્ય લાંબું થાય છે. વિવાહિત જીવન સુખમય રહે છે. 
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ ​​સાવિત્રી વ્રત રાખે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાવસ્યાના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30 મે, સોમવારે ઉજવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને વટવૃક્ષ એટલે કે વડના વૃક્ષની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજના દિવસે વટવૃક્ષની પૂજા શા માટે કરવામાં આવે છે? 
ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ-વટ વૃક્ષની પૂજાનું ધાર્મિક મહત્વ
શાસ્ત્રો અનુસાર વડના ઝાડના થડમાં ભગવાન વિષ્ણુ, મૂળમાં બ્રહ્મા અને ડાળીઓમાં ભગવાન શિવનો વાસ છે. આ વૃક્ષમાં ઘણી ડાળીઓ નીચેની તરફ રહે છે, જેને દેવી સાવિત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, એવું માનવામાં આવે છે કે આ વૃક્ષની પૂજા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વૃક્ષની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ માટે લાભદાયક માનવામાં આવે છે. 
એવું માનવામાં આવે છે કે જ્યેષ્ઠ મહિનાની અમાવાસ્યાના દિવસે, દેવી સાવિત્રીએ તેમના પતિને વટવૃક્ષની છાયામાં પુનર્જીવિત કર્યા હતા. આ દિવસથી વટ વૃક્ષની પૂજા શરૂ થઈ. જે રીતે હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. તેવી જ રીતે વટવૃક્ષને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તીર્થંકર ઋષભદેવે અક્ષય વટ હેઠળ તપસ્યા કરી હતી. આ સ્થળ પ્રયાગમાં ઋષભદેવ તપસ્થલી તરીકે પણ ઓળખાય છે.
Whatsapp share
facebook twitter