અહેવાલ: પ્રદિપ કચીયા
રાજ્યમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે વારંવાર ફિલ્મી માહાલો જોવા મળતો હોય છે. પરંતુ સત્યના સુર્યને ઉદય થતાં કોઇ રોકી શકે નહીં, તેથી આખરે પોલીસ કર્મીઓ ભારે જેહમત બાદ બુટલેગરોને માત આપે છે.
જો કે રાજ્યમાં દારૂ બંધી હોવાના કારણે અલગ-અલગ રીતે બુટલેગરો દારૂ ઘુસાડવા અંગે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે હાલમાં બુટલેગરો પુષ્પા ફિલ્મમાં દર્શાવવામાં આવેલ સ્ટાઈલ પ્રમાણે દારૂ લાવી રહ્યાં છે. પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાના ભાગ રૂપે તમામ વખતે આ પુષ્પાઓને રંગે હાથ જડપી પાડવામાં આવે છે.
આ વખતે દારૂ રાજ્સ્થાનથી રાજકોટ મોકવામાં આવ્યો હતો. ત્યારે ચોક્કસ બાતમીના આધારે વિવેકાનંદનગર પોલીસે અમદાવાદ વડોદરા હાઇવે પર દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટનામાં દારૂના જથ્થાને કેમિકલ કન્ટેનરમાં ભરી લાવવામાં આવી રહ્યો હતો. આ કન્ટેનરમાં કુલ 41 લાખનો વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો.
ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસ કર્મી પીઆઈ એ જણાવ્યું હતું કે HP ગેસના કન્ટેનરમાં ખાના બનાવી દારૂની પેટીઓ છૂપાવવામાં આવી હતી અને આ કન્ટેનર નાગાલેન્ડ પાસિંગ હતું. જો કે ખાનગી કંપનીનો ગેસ કન્ટેનર હોવાને કારણે પોલીસને શંકા ના જાય તે માટે આ કિમાયો અપનાવ્યો હતો. હાલમાં, વિવેકાનંદનગર પોલીસે કુલ 66 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કાર્ય છે. જેમાં રાજસ્થાનનો વ્યકતિ કે જેને દારૂ મોકલ્યો હતો અને રાજકોટના વ્યક્તિ કે જે દારૂ મંગાવ્યો હતો તેની સાથે સાથે વધુ એક આરોપી મળીને કુલ 3 આરોપીને વોન્ટેડ જાહેર કાર્ય છે.
આખરે વિવેકાનંદનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પકડાયેલ ટ્રક ડ્રાયવરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી તે આ ધંધા સાથે સંકળાયેલા છે. તે ઉપરાંત પોલીસ દ્વારા ભાગી ગયેલા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.