+

વટ સાવિત્રીનું વ્રત કયારે છે ? જાણો તેના શુભ મુહૂર્ત અને મહત્વ

આપણે ત્યાં આ વ્રત સામાન્ય રીતે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે.આ દિવસે મહિલાઓ વડ-વૃક્ષની પૂજા પણ કરતી હોય છે.ધાર્મિક માન્યતાઓ મુજબ આ વ્રત કરવાથી પતિના જીવનમાં  આવતી  અનેક મુશ્કેલીઓ  દૂર  કરી શકાય  છે.આ વખતે વટ સાવિત્રીનું વ્રત વર્ષ 2022માં 30મી મેના રોજ આવી રહ્યું છે. ત્યારે આ દિવસે  શનિ જયંતિ અને સોમવતી અમાસ પણ આવી રહી છે. આ દિવસે આ વ્રત કરવાથી શનિદેવની કૃàª
આપણે ત્યાં આ વ્રત સામાન્ય રીતે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરતી હોય છે.આ દિવસે મહિલાઓ વડ-વૃક્ષની પૂજા પણ કરતી હોય છે.ધાર્મિક માન્યતાઓ મુજબ આ વ્રત કરવાથી પતિના જીવનમાં  આવતી  અનેક મુશ્કેલીઓ  દૂર  કરી શકાય  છે.
આ વખતે વટ સાવિત્રીનું વ્રત વર્ષ 2022માં 30મી મેના રોજ આવી રહ્યું છે. ત્યારે આ દિવસે  શનિ જયંતિ અને સોમવતી અમાસ પણ આવી રહી છે. આ દિવસે આ વ્રત કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસના દિવસે  ઉપવાસ  કરવાથી  તમને  ચોક્કસ  ફાયદાઓ  પણ તમને મળશે.
સામાન્ય રીતે આ દિવસે પરણિત મહિલાઓ સોળ શ્રુંગાર કરતી હોય છે. આ દિવસે મહિલાઓ પૂજાની વસ્તુઓ બે ટોપલીમાં તૈયાર કરીને વડ વૃક્ષ નીચે બેસીને કથા સાંભળે છે. વડના ઝાડને પાણી ચડાવવામાં આવે છે.આ દિવસે વિધિવત પૂજા કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે. વડ વૃક્ષની કાચા સુતરથી પરિક્રમા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે. આ દિવસે પૂજાની થાળીનું વિશેષ મહત્વ છે. 
કયારે છે વટસાવિત્રીનું  વ્રત :
વટ સાવિત્રીનું વ્રત આ વર્ષે 30 મે, સોમવારના રોજ છે. જે અમાસની તિથિ 29 મે બપોરે 02 વાગ્યે ને 55 મિનિટથી શરુ થશે, અને  30 મે સાંજે 05 વાગ્યા સુધી રહેશે.
વટસાવિત્રીના વ્રત માટેની સામગ્રીઓ :
વટ સાવિત્રી વ્રતની પૂજન સામગ્રીમાં સાવિત્રી-સત્યવાનની મૂર્તિઓ, ધૂપ, ઘી, વાંસનો પંખો, લાલ કલાવા, સુહાગનો સામાન, કાચું સૂતર,  વડનું ફળ, પાણીથી ભરેલો કળશ વગેરે રાખવું જોઈએ.
Whatsapp share
facebook twitter