હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે પૂજા કરવાથી ભગવાનની કૃપા હંમેશા તેમના ભક્તો પર બની રહે છે. લોકો મનની શાંતિ માટે પૂજા કરે છે. પૂજા કરતી વખતે લોકોએ નાની-નાની બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
- પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુને ચોખા ગણેશજીને તુલસી , દુર્ગા માતાજીને દૂર્વા તેમજ સુર્ય ભગવાનને કયારેય બીલીપત્ર ન ચડાવવા જોઈએ.
- ભગવાનની મૂર્તિને સ્નાન કરતી વખતે માત્ર આંગળીઓનો ઉપયોગ કરો. ભગવાનને સ્નાન કરતી વખતે અંગૂઠાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન નારાજ થાય છે અને ઘરમાં સંકટ આવે છે.
- પૂજા દરમિયાન અગરબત્તીનો ઉપયોગ ન કરો. કારણ કે તે વાંસની લાકડીઓ વડે બનાવવામાં આવે છે.અને અંતિમ સંસ્કારમાં વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને અશુભ માનવામાં આવે છે.
- ભગવાન શાલિગ્રામને ક્યારેય ચોખા ન ચઢાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી દોષ ઉત્પન્ન થાય છે.
- ગંદા કપડા પહેરીને પૂજામાં ન બેસો. ગંદા કપડા પહેરીને ક્યારેય પૂજા ન કરવી. માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
- પૂજા સમયે મનને શુદ્ધ રાખો. પૂજા કરતી વખતે મન ક્યારેય દૂષિત ન થવું જોઈએ. કહેવાય છે કે પૂજા દરમિયાન ખરાબ વિચારો મનમાં રાખવાથી પૂજાનું ફળ નથી મળતું.