+

જાણો, કેમ શ્રીફળ વગર પૂજા અધૂરી છે?

નાળિયેર સંસ્કૃત ભાષામાં શ્રીફળ કહેવામાં આવ્યુ છે. શ્રીનો અર્થ લક્ષ્મી થાય છે. લક્ષ્મીના વગર કોઇપણ શુભ કાર્ય પૂર્ણ થઇ શકતુ નથી એટલા માટે શુભ કાર્યોમાં નારિયળ અવશ્ય રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે આનાથી કાર્યમાં વિઘ્ન આવતાં નથી. નારિયેળ ઉપરથી કઠણ પડથી ઢાંકેલુ હોય છે. એટલા માટે એના પર બહારના પ્રદૂષણની અસર થતી નથી. આ અંદરથી નરમ અને પવિત્ર હોય છે. નારિયળથી વિઘ્ન દૂર થાય છે.વાસ્તુદોàª
નાળિયેર સંસ્કૃત ભાષામાં શ્રીફળ કહેવામાં આવ્યુ છે. શ્રીનો અર્થ લક્ષ્મી થાય છે. લક્ષ્મીના વગર કોઇપણ શુભ કાર્ય પૂર્ણ થઇ શકતુ નથી એટલા માટે શુભ કાર્યોમાં નારિયળ અવશ્ય રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે આનાથી કાર્યમાં વિઘ્ન આવતાં નથી. નારિયેળ ઉપરથી કઠણ પડથી ઢાંકેલુ હોય છે. એટલા માટે એના પર બહારના પ્રદૂષણની અસર થતી નથી. આ અંદરથી નરમ અને પવિત્ર હોય છે. નારિયળથી વિઘ્ન દૂર થાય છે.
વાસ્તુદોષ દૂર કરવામાં સહાયક-જ્યોતિષશાસ્ત્રના અનુસાર સફેદ અને પાણી વાળા સ્થાન પર ચંદ્રનો વાસ હોય છે. ચંદ્રમાં મનનો કારક ગ્રહ છે. કોઇ કાર્યમાં સફળતા માટે મનનું શાંત હોવુ જરૂરી છે. વસ્તુશાસ્ત્ર અનુસાર જળીય જીવો અને જળવાળી વસ્તુઓથી વાસ્તુદોષ દૂર થાય છે. ઉર્જાનો ભંડાર-નારિયળની ચોટીમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર મળી આવે છે. આજ કારણ છે કે પૂજન કાર્યો અને શુભ કાર્યોમાં નારિયળ કળશ પર રાખીને એની પૂજા કરવામાં આવે છે. 
લક્ષ્મીની કૃપા બની રહે છે 
મહાલક્ષ્મીની પ્રાપ્તિમાં એકાક્ષી નારિયેરનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે નારિયેરમાં બે કાળા બિંદુ હોય છે. બહુ ઓછી માત્રામાં આવા નારિયળ મળે છે જેના પર એક જ કાળુ બિંદુ હોય છે. આ એક કાળા બિંદુ વાળા નાળિયેરને એકાક્ષી શ્નીફળ કહે છે. એકાક્ષી શ્નીફળ ઘરમાં સ્થાયી સંપત્તિ, એશ્વર્ય અને આનંદ આપે છે. 

 કેમ નાળિયેર વધેરવામાં આવે છે?
શ્નીફળ વધેરવાનો અર્થ છે પોતાના અહંકાર અને પોતાને ભગવાનના સામે સમર્પિત કરવું. માનવામાં આવે છે કે એવું કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું  કઠોર કવચ તૂટી જાય છે અને એ આત્માની શુદ્ધતા અને જ્ઞાનના દ્બાર ખોલે છે, જેને નારિયેળના સફેદ ભાગ રૂપે દેખાય છે. 
Whatsapp share
facebook twitter