+

જો તમે પણ સંગ્રહી રાખ્યા હોય ઘરમાં વર્ષો જૂનાં કપડાં, તો આજે જ કરો તેનો નિકાલ

'વાસ્તુ'.. આ શબ્દ આપણા જીવનને બદલી નાખવા માટે પૂરતો  છે. વાસ્તુ પ્રમાણે કેટલાક બદલાવો આપણા ઘરમાં લાવીને ઘણા બધા અટકેલા કાર્યો પણ પૂર્ણ કરી શકાય છે. જૂના કપડાં:આપણામાંથી ઘણાં બધા લોકો એવા હશે જેમને નવા નવા કપડાં પહેરવાનો અને અને કપડાંની ખરીદી કરવાનો ગાંડો શોખ હશે. પરંતુ જેમ જેમ નવા કપડામાં વધારો થતો જાય છે, તેમ તેમ જૂના કપડાં પહેરવાની ઈચ્છા સામાન્ય રીતે કોઈને નથી થતી. આવા સંજોગામાં તà
‘વાસ્તુ’.. આ શબ્દ આપણા જીવનને બદલી નાખવા માટે પૂરતો  છે. વાસ્તુ પ્રમાણે કેટલાક બદલાવો આપણા ઘરમાં લાવીને ઘણા બધા અટકેલા કાર્યો પણ પૂર્ણ કરી શકાય છે. 
જૂના કપડાં:
આપણામાંથી ઘણાં બધા લોકો એવા હશે જેમને નવા નવા કપડાં પહેરવાનો અને અને કપડાંની ખરીદી કરવાનો ગાંડો શોખ હશે. પરંતુ જેમ જેમ નવા કપડામાં વધારો થતો જાય છે, તેમ તેમ જૂના કપડાં પહેરવાની ઈચ્છા સામાન્ય રીતે કોઈને નથી થતી. આવા સંજોગામાં તમે ઘણીવાર જોયું હશે કે લોકો વર્ષો સુધી સ્ટોર રૂમમાં તેમના જૂના કપડાં, પથારી, રજાઇ કે ચાદર ધૂળ ખાવા માટે છોડી દે છે.
Revamp old clothes with these DIY tips - Pipe Dream
જૂના કપડાં ઘરમાં રાખવાથી શું થાય?
  •  આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ ખરાબ થાય છે. 
  • આ કપડાં તરફ ના તો આપણે જોતા હોઈએ છીએ અને ના તો તડકામાં તપાવીએ છીએ. 
  • પરિણામે ઘરમાં રાહુ-કેતુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે. 
  • અને ઘરમાં નકારાત્મકતા વધતા તે તમને દુર્ભાગ્ય તરફ ધકેલી જાય છે.
Here's why you shouldn't throw out your old clothes or shoes anymore -  Vancouver Is Awesome
બંધ ઘડિયાળ:
ઘણીવાર ઘરની દીવાલ પર લટકતી ઘડિયાળ પણ ખરાબ અથવા બંધ થઈ જાય છે. અથવા તો તેના કાચ પર ક્રેક પડેલી અવસ્થામાં જોવા મળે છે. અને આવા સંજોગોમાં કેટલાક લોકો તેને ઉતારીને સ્ટોર રૂમમાં લાંબા સમય સુધી સાચવી રાખે છે. 
બંધ ઘડિયાળ ઘરમાં રાખવાથી શું થાય?
ત્યારે વાસ્તુ અનુસાર કોઈપણ દિશામાં રાખવામાં આવેલી બંધ ઘડિયાળો જીવનમાં ખરાબ સમય લાવી શકે છે. જો તમારા ઘરમાં પણ તમે આવી ઘડિયાળોનો સંગ્રહ કરી રાખ્યો હોય તો દાનમાં કે પસ્તીમાં આપી દો. 
Whatsapp share
facebook twitter