+

ક્રાઈમ રિપોર્ટિંગ દરમિયાન રિપોર્ટરની સાથે પોપટે જે કર્યું તે જોઇ ચોંકી જશો આપ

આજનો સમય સોશિયલ મીડિયાનો છે જેમા તમને રોજે રોજ અલગ-અલગ પ્રકારના વિડીયો જોવા મળી જાય છે. ઘણા વિડીયો એટલા જબરદસ્ત હોય છે કે, તેને જોઇ તમે પણ ચોંકી જાઓ છો. અહીં અમે તમને કઇંક આવો જ વિડીયો બતાવવા જઇ રહ્યા છીએ. તમે અત્યાર સુધી માણસોને ચોરી કરતા જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારે કોઇ પક્ષીને ચોરી કરતા જોયો છે. જો નહીં, તો અહીં અમે તમને બતાવીશું કે કેવી રીતે એક પક્ષીએ એક ખાસ અંદાજમાં ચોરી કરી. સોà
આજનો સમય સોશિયલ મીડિયાનો છે જેમા તમને રોજે રોજ અલગ-અલગ પ્રકારના વિડીયો જોવા મળી જાય છે. ઘણા વિડીયો એટલા જબરદસ્ત હોય છે કે, તેને જોઇ તમે પણ ચોંકી જાઓ છો. અહીં અમે તમને કઇંક આવો જ વિડીયો બતાવવા જઇ રહ્યા છીએ. તમે અત્યાર સુધી માણસોને ચોરી કરતા જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારે કોઇ પક્ષીને ચોરી કરતા જોયો છે. જો નહીં, તો અહીં અમે તમને બતાવીશું કે કેવી રીતે એક પક્ષીએ એક ખાસ અંદાજમાં ચોરી કરી. 
સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો વાયરલ (Viral Video) થતા હોય છે, જેને જોઈને ક્યારેક આપણે ચોંકી જઈએ છીએ તો ક્યારેક કેટલાક વિડીયો આપણા દિલને સ્પર્શી જાય છે. ઘણીવાર તમે જોયું હશે કે ઘણી વખત પત્રકારો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર લાઈવ રિપોર્ટિંગ કરતા જોવા મળે છે. ત્યારે બધાની નજર માત્ર અને માત્ર તે પત્રકાર પર હોય છે. શું તમે ક્યારેય લાઈવ રિપોર્ટિંગ દરમિયાન કોઈના સામાનની ચોરી થતી જોઈ છે? કદાચ તમારામાંથી ઘણાનો જવાબ હશે ના. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પત્રકાર સાથે આવું જ કંઈક થયું છે. 
વાસ્તવમાં, વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક પત્રકાર નિકોલસ ક્રુમ લૂંટની ઘટના વિશે લાઈવ રિપોર્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. એટલામાં એક પોપટ ઊડતો આવ્યો અને તેના ખભા પર બેસી ગયો. પોપટ થોડીક સેકન્ડો સુધી બેઠો રહ્યો અને પછી રિપોર્ટરના કાનમાંથી ઈયરબર્ડ્સ ખેંચી અને પછી તેજ ગતિમાં ઉડી ગયો. પત્રકાર લાઈવ રિપોર્ટિંગ કરતો હોવાથી તેને પકડી શક્યો નહોતો. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો આ વિડીયો અમેરિકાનો છે. લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે.  
વિડીયો અમેરિકાનો જણાવવામાં આવી રહ્યો છે. વિડીયોમાં તમે રિપોર્ટરને સ્પેનિશમાં રિપોર્ટિંગ કરતા સાંભળી શકો છો. જણાવી દઈએ કે, જ્યારે પોપટ રિપોર્ટરના કાનમાંથી ઈયરફોન કાઢી રહ્યો હતો, તે સમયે રિપોર્ટર ચોરીની ઘટનાની જાણ કરી રહ્યો હતો. રિપોર્ટરનું નામ નિકોલસ ક્રુમ છે. તે લાઈવ શો દરમિયાન ઘટનાની જાણ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના નિકોલસ ક્રુમના કેમેરામેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વિડીયો @Jaynes__World નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter