+

આ શું! એફિલ ટાવર પાસે મોડલ ઉતારવા લાગી કપડા અને પછી…જુઓ Video

ફ્રાન્સ પોતાના એફિલ ટાવરને લઇને હર હંમેશ સમાચારમાં બની રહે છે. ત્યારે વધુ એકવાર તેને લઇને ચર્ચાઓ તેજ બની છે. આ વખતે એફિલ ટાવર બે મોડલના કારણે ચર્ચામાં આવ્યું છે. ફ્રાન્સમાં આવેલા એફિલ ટાવર પાસે બે મોડલ દ્વારા જે હરકતો કરવામાં આવી છે તેને લઇને હવે સોશિયલ મીડિયામાં અલગ-અલગ કોમેન્ટ જોવા મળી રહી છે. એફિલ ટાવર પાસે મોડલે ઉતાર્યા પોતાના કપડાફ્રાન્સના એફિલ ટાવર પાસેથી મોડલે પોતાના કપડà
ફ્રાન્સ પોતાના એફિલ ટાવરને લઇને હર હંમેશ સમાચારમાં બની રહે છે. ત્યારે વધુ એકવાર તેને લઇને ચર્ચાઓ તેજ બની છે. આ વખતે એફિલ ટાવર બે મોડલના કારણે ચર્ચામાં આવ્યું છે. ફ્રાન્સમાં આવેલા એફિલ ટાવર પાસે બે મોડલ દ્વારા જે હરકતો કરવામાં આવી છે તેને લઇને હવે સોશિયલ મીડિયામાં અલગ-અલગ કોમેન્ટ જોવા મળી રહી છે. 
એફિલ ટાવર પાસે મોડલે ઉતાર્યા પોતાના કપડા
ફ્રાન્સના એફિલ ટાવર પાસેથી મોડલે પોતાના કપડા ઉતારીને વિડીયો શૂટ કરાવ્યું છે. આ વિડીયોમાં જે મોડલ જોવા મળે છે તેનું 24 વર્ષીય ગૈબ્રિએલા વર્સિયાની અને 27 વર્ષીય ગૈબિલી છે. તેમણે આ સેમી ન્યૂડ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે બાદ વિવાદોનું વંટોળ શરૂ થઇ ગયું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બે મોડલો અહીં એક ફોટોશૂટ કરાવવા માટે આવી પહોંચી હતી. દરમિયાન એફિલ ટાવરની પાસે ઘણી ભીડ થઇ ગઇ હતી. આ રીતે બે મોડલને કપડા ઉતારતા જોઇ થોડીવાર માટે ત્યા હાજર લોકો ચોંકી ગયા હતા. સ્થિતિ એવી બની કે, અહીં પોલીસને બોલાવવી પડી હતી. કહેવાય છે કે, આ બન્ને મોડલો પોતાની બિકીની બિઝનેસના પ્રમોશન માટે એફિલ ટાવર ગઇ હતી. 
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે લાંબો કાળો કોટ પહેરેલી છોકરી તેને ઉતારી રહી છે. વળી, અન્ય એક મોડેલે બ્લેઝર પહેર્યું છે. તેની હિલચાલ જોવા માટે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. આ પછી કેટલાક પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. એક મહિલા પોલીસ અધિકારીએ મહિલાઓને તેમના શરીરને ઢાંકવા કહ્યું. આ દરમિયાન મોડલ્સના ફોટોઝ ક્લિક કરતી વેનેસા લોપેઝે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે જણાવ્યું હતું કે, “અમે બિકીનીનો પ્રચાર કરતા હોવાથી અમારી ધરપકડ થતી રહે છે અને અમને ત્યાં આવું કરવાની મંજૂરી નહોતી.”

પોલીસે મોડલોને આપી ચેતવણી
એફિલ ટાવર પર સેમી ન્યૂડ ફોટોશૂટ અને વિડીયો ઉતાર્યા બાદ આ બન્ને મોડલોએ ઈન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયોમાં યુવતીએ લાંબો કાળો કોટ પહેર્યો છે. આ પછી, તે તેના કોટ્સ ઉતારવાનું શરૂ કરે છે અને અંતે લાલ બિકીનીમાં દેખાય છે. હવે લોકો આ વિડીયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેને શરમજનક ગણાવ્યું છે અને કહ્યું છે કે મહિલાઓએ હદ વટાવી દીધી છે. હાલ પોલીસે યુવતીઓને ચેતવણી આપીને છોડી મુકી છે.

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter