+

ગીર-સોમનાથના આ ગુરુકુલ નજીક આવી પહોંચ્યો સિંહ, રોડ પર નીકળતા વાહનો પણ થંભી ગયા

સોશિયલ મીડિયા (social media) પર આજ કાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે. તેમાં  પણ આજકાલ  સિંહના લટાર  મારતા  વિડીયો સોશિયલ  મીડિયા પર વાયરલ  થતાં  હોય છે.  સામાન્ય  રીતે લોકો સિંહ દર્શન માટે સફારી પાર્ક માં જાય અને ભાગ્ય હોય તો મળે. કોઈ લોકો ગેરકાયદે પણ સિંહ દર્શન માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ગીર વિસ્તારમાં ગામડામાં લોકો ને સહજ રીતે આ પ્રાપ્તિ છે. આજે સવારે ૧૦:૩૦ વાગ્યે દ્રોણેશ્વર ગુરુકુàª
સોશિયલ મીડિયા (social media) પર આજ કાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે. તેમાં  પણ આજકાલ  સિંહના લટાર  મારતા  વિડીયો સોશિયલ  મીડિયા પર વાયરલ  થતાં  હોય છે.  સામાન્ય  રીતે લોકો સિંહ દર્શન માટે સફારી પાર્ક માં જાય અને ભાગ્ય હોય તો મળે. કોઈ લોકો ગેરકાયદે પણ સિંહ દર્શન માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ગીર વિસ્તારમાં ગામડામાં લોકો ને સહજ રીતે આ પ્રાપ્તિ છે. 
આજે સવારે ૧૦:૩૦ વાગ્યે દ્રોણેશ્વર ગુરુકુલમાં મારૂતિ ધામ પાસે ડાલામથ્થા સિંહના દર્શન થયા હતા. ત્યારે રોડ પર નિકળતા વાહનો થંભી ગયા હતા. અમુક  રાહદારી એ  વિડીયો  બનાવ્યો હતો.
ગુજરાતમાં સિંહના અભ્યારણ્ય આવેલા છે. અહી ટુરીસ્ટોનો વર્ષ દરમિયાન ભારે ઘસારો રહે છે. ગીરમાં ખાસ કરીને જંગલ સફારી મુસાફરોની સૌથી પ્રિય છે. જો કે, અભ્યારણ્ય સિવાયના વિસ્તારોમાં પણ સિંહોની હાજરી જોવા મળે છે. જેના વિડીયો અથવા ફોટા વાયરલ થતા  હોય છે.
Whatsapp share
facebook twitter