
દરેક ઘરમાં દિવાળીના( Diwali) તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિવાળી એ વર્ષનો એક એવો તહેવાર છે જેમાં ઘરના દરેક ખૂણાને સાફ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેથી દિવાળીમાં ઘરની સફાઈ અવશ્ય કરવી જોઈએ. અમુક એવી વસ્તુઓ છે જેને તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. ઘણીવાર આ વસ્તુઓના કારણે વાસ્તુ દોષ થઈ શકે છે.
આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો:
તૂટેલો કાચ
જો ઘરની કોઈપણ જગ્યાએ કાચનો ખૂણો તૂટી ગયો હોય તો તેને તરત જ દૂર કરી દેવો જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલા કાચ હોવા દોષ છે. આવી સ્થિતિમાં તે ઘરમાં રહેતા લોકોના જીવન પર ખરાબ અસર પડે છે. તેથી દિવાળી પહેલા તૂટેલા કાચને દૂર કરો.
ખરાબ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ પંખા, ગ્રાઇન્ડર, ટીવી વગેરે જેવી ક્ષતિગ્રસ્ત ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સાચવીને રાખે છે કે તે ભવિષ્યમાં કોઈ કામમાં આવશે. ઘણીવાર ઘરમાં ખરાબ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ વધે છે અને પ્રગતિ પર ખરાબ અસર પડે છે. તેથી જો તમારા ઘરમાં પણ ખરાબ વસ્તુઓ છે, તો તેને ઠીક કરો અથવા દૂર કરો.

ખંડિત મૂર્તિઓ
ભગવાનની તૂટેલી મૂર્તિઓને ક્યારેય પૂજા સ્થાનમાં ન રાખવી જોઈએ. કારણ કે આવી મૂર્તિઓ રાખવાથી ફળ કરતાં વધુ નુકસાન થાય છે. તેથી, દિવાળી પહેલા, તેને વહેતા પાણીમાં માનપૂર્વક વિસર્જિત કરો અને દિવાળીના તહેવારમાં નવી મૂર્તિઓ લાવો.
બંધ ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ ઘડિયાળ પણ ભાગ્યને રોકે છે. એટલા માટે ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. દિવાળી પહેલા ઘડિયાળ રીપેર કરાવી લો અથવા કાઢી નાખો.
