+

આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ, લોકોમાં તહેવારોની ઉજવણીનો થનગનાટ

આજથી દીપોત્સવી (Dipotsava) પર્વનો શુભારંભ થયો છે. લોકોમાં કોરોનાના બે વર્ષ બાદ દિવાળી (Diwali)ના તહેવારોની ઉજવણી કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે  રમા એકાદશી અને વાઘબારસની ઉજવણી થશે.કોરોનાનો કહેર ઓછો થતાં લોકોમાં ઉત્સાહવીતેલા બે વર્ષ દરમિયાન કોરોનાના કહેરના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે લોકોએ દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો પણ હવે કોરોનાનો કહેર ઓછો થઇ ગયો છે ત્યારે લોકો ફરી
આજથી દીપોત્સવી (Dipotsava) પર્વનો શુભારંભ થયો છે. લોકોમાં કોરોનાના બે વર્ષ બાદ દિવાળી (Diwali)ના તહેવારોની ઉજવણી કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે  રમા એકાદશી અને વાઘબારસની ઉજવણી થશે.
કોરોનાનો કહેર ઓછો થતાં લોકોમાં ઉત્સાહ
વીતેલા બે વર્ષ દરમિયાન કોરોનાના કહેરના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે લોકોએ દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો પણ હવે કોરોનાનો કહેર ઓછો થઇ ગયો છે ત્યારે લોકો ફરીથી એક વાર દિવાળીનો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવવા માટે તૈયાર થઇ ગયા છે. આજે એટલે કે 21 ઓક્ટોબર શુક્રવારે રમા એકાદશી છે અને સાંજ પછી વાઘ બારસ શરુ થશે અને આ બંને તહેવારો સાથે દીપોત્સવના તહેવારોનો પ્રારંભ થયો છે. 
દીપોત્સવનો પ્રારંભ
આ વખતે દિવાળીના તહેવારોમાં સૂર્યગ્રહણ પણ છે. શુક્રવારે રમા એકાદશી અને વાઘ બારસ છે જ્યારે શનિવારે 22 ઓક્ટોબરે સાંજે ધનતેરસ છે. 23 ઓક્ટોબરે રવિવારે સાંજે કાળી ચૌદસ છે અને 24 ઓક્ટોબરે સોમવારે દિવાળી ઉજવાશે. 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી પડતર દિવસ છે અને 26 ઓક્ટોબરે નવા વર્ષનો પ્રારંભ થશે. 
બજારોમાં જોવા મળી રોનક
દિવાળીનો તહેવાર ઉજવવા માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોની છેલ્લી ઘડી સુધી વિવિધ પ્રકારની ખરીદી કરવા માટે રાજ્યભરના વિવિધ શહેરોના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોની ભારે ભીડથી બજારોમાં રોનક જોવા મળી રહી છે. વેપારીઓ પણ વિવિધ પ્રકારની સ્કીમો રજૂ કરીને ગ્રાહકોને આકર્ષવાની કોશિશો કરી રહ્યા છે. બજારોમાં મોડી રાત સુધી ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. 
ઇમારતો અને ઘરો રોશનીથી શણગારાયા
આજથી પાંચ દિવસ સુધી દીપોત્સવ પર્વનો પ્રારંભ થશે અને ઘેર ઘેર સમી સાંજથી દીવડા પ્રગટાવાશે. રાજ્યના તમામ શહેરો અને ગામોમાં મોટી ઇમારતો પર રોશની કરવામાં આવી છે જ્યારે લોકોએ પોતાના ઘર પરને પણ શણગારીને રોશની કરી છે. ઘરના પ્રાંગણમાં રંગોળી પૂરવામાં આવે છે. લોકો પોતાના સગા સ્વજનો અને મિત્રો સાથે મળીને દિવાળીના તહેવારોની રંગેચંગે ઉજવણી કરશે. 
આજે રમા એકાદશી અને વાઘ બારસ
આજે રમા એકાદશી અને વાઘ બારસ હોવાથી મા સરસ્વતિની પૂજા કરવી તથા રોજમેળ ચોપડા ખરીદવાનો શુભ અવસર છે. આ વર્ષે ધન તેરસ શનિવારે સાંજે 4.13 કલાકે શરુ થશે અને રવિવારે સાંજે 4.45 કલાક સુધી રહેશે. 
Whatsapp share
facebook twitter