+

આજે વર્ષની સૌથી મોટી અંગારકી ચોથ, ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ

આજે વર્ષની સૌથી મોટી અંગારકી ચોથ (Angaraki Choth) છે.  મંગળવારના દિવસે આવેલી અંગારકી ચોથનું વિશેષ મહત્વ છે ત્યારે અલગ અલગ ગણેશ મંદિરો (Ganesh Temple) ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. એસ.જી.હાઈવે પાસે આવેલુ ગણેશજીનું મંદિર કે જ્યા અભીભુત થઈ જાય તેવા ગણેશજીના શણગાર જોવા મળ્યા હતા.મંદિરોમાં ભક્તોની ભીડમંગળવારે વહેલી સવારથી જ ગણેશજીના દર્શન અર્થે ભક્તોની ભીડ જોવા મળી..આજના દિવસે à
આજે વર્ષની સૌથી મોટી અંગારકી ચોથ (Angaraki Choth) છે.  મંગળવારના દિવસે આવેલી અંગારકી ચોથનું વિશેષ મહત્વ છે ત્યારે અલગ અલગ ગણેશ મંદિરો (Ganesh Temple) ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. એસ.જી.હાઈવે પાસે આવેલુ ગણેશજીનું મંદિર કે જ્યા અભીભુત થઈ જાય તેવા ગણેશજીના શણગાર જોવા મળ્યા હતા.
મંદિરોમાં ભક્તોની ભીડ
મંગળવારે વહેલી સવારથી જ ગણેશજીના દર્શન અર્થે ભક્તોની ભીડ જોવા મળી..આજના દિવસે કરેલી ચોથનું મહત્વ 21 ચોથ બરાબર રહેતુ હોય છે ત્યારે ભક્તો આજે ઉપવાસ કરીને રાત્રીએ ચંદ્ર દર્શન બાદ લાડુનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે.

 ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર
અંગારકી ચોથ એટલે ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પૂજા, પ્રાર્થના અને આરાધના કરી બાપાના આર્શીવાદ લે છે. તેમની મનોકામના પૂર્ણ કરવા આજનાં દિવસે ખાસ ગણેશ આરાધના કરવામાં આવે છે. કહેવાય છે કે એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે.
પૌરાણિક માન્યતા
પૌરાણિક માન્‍યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્‍યતા સંકળાયેલ છે. કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્‍ત હતા. તો તેમના પુત્ર અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્‍ત બન્‍યા. અને માત્ર ભક્‍ત જ નહી તેઓ અનન્‍યભાવથી વિધ્‍નહર્તાની ભકિત કરવા લાગ્‍યા તેમની તપસ્‍યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્‍ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું. આ સમયે અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ હું હાથ જોડવા માંગુ છું. ભગવાન ગણેશ આ સાંભળી સહજ હસ્‍યા. આ દિવસે કૃષ્‍ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચતુર્થી નામ અપાયું. 
આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે
આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્‍તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે. વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે. મંગળવાર અને માઘ ત્રીજનો અનોખો સંયોગ થતાં, આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે.
ગણેશજીને પ્રસન્ન કરવા કરો ખાસ યોગ
અંગારકી સંકષ્ટ ચતુર્થી ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે ‘ગણેશયાગ’ કરાવે છે. એટલું જ નહીં ગણેશ ઉપાસકો ‘ગણપતિ અથર્વશીર્ષ’, ‘સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર’ વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કરે છે.

શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે
આજનાં દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે તો ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે. આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મોદક પણ ધરાવવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter