Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vibrant Gujarat 2024 : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્ત્વમાં પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસે

10:02 PM Nov 27, 2023 | Hiren Dave

વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસે ગયું છે, આજે દુબઈ પ્રવાસના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે ફળદાયી ચર્ચા વિચારણા કરીને ગુજરાતમાં વિકાસની તકો અગે સવિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

 

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં દુબઈ અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, તેના સંદર્ભમાં દુબઈના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો જાપાનના પ્રવાસે 

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડીશન આગામી જાન્યુઆરી 2024માં યોજાવાની છે.જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ જાપાનના પ્રવાસે છે.

ગુજરાતના ઉદ્યોગ જગતમાં થનારા ડેવલપમેન્ટ પ્લાનની ચર્ચા કરાઈ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંધવી એ આજે દુબઈ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ અને ડિપ્લોમેટીક ડેલિકેટસ સાથે તેમજ વન ટુ વન મીટીંગમાં ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા માગતા મહત્વના સી. ઈ. ઓ અને વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત સાંજે 4:30 કલાકે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતની સિધ્ધિઓ, ગુજરાતનું ભવિષ્યમા થનાર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ,ભવિષ્યમાં ગુજરાતના ઉદ્યોગ જગતમાં થનારા ડેવલપમેન્ટ પ્લાનની ચર્ચા કરાઈ હતી. તેમજ ગૃહ રાજ્ય મંત્રી એ યુએઈના(AI) મિનિસ્ટર ઓમર અલ- ઓલમા સાથે મુલાકાત કરીને સાથે ભોજન પણ લીધું હતું.

રાજ્યમાં વિકાસની તકો સંદર્ભે વિસ્તૃત માહિતી આપી

આ ઉપરાંત આજે પ્રથમ દિવસે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા IGF માં રાઉન્ડ ટેબલ મીટિંગ પર વિવિધ સંસ્થાના મહાનુભાવોને પણ મળીને રાજ્યમાં વિકાસની તકો સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. આ મુલાકાતમાં મનોજ લાડવા ઈન્ડિયા ગ્લોબલ ફોરમ,સતીશ સિવાન કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દુબઈ,એલેક્સી ગુણવર્દને શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલ, વિજય શેખર શર્મા પેટીએમ, ઉત્સવ શેઠ ફોરસાઈટ ગ્રુપ, “મેઘન ગ્રેગોનિસ” દુબઈમાં યુનાઇટેડ સ્ટેટ્સના કોન્સ્યુલ જનરલ,વિમલકુમાર ભીમજી શાહ બિડકો આફ્રિકા,નીતિન જયસ્વાલ બ્લૂમબર્ગ,વિક્રમ શ્રોફ યુપીએલ, સંજય નાયર સોરિન ઇન્વેસ્ટમેન્ટ્સ,”પદ્મનાભ રાવ મૂડ્યુમને” લાર્સન એન્ડ ટુબ્રો,શાદા અલ બોર્નો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ,બી એમ જમાલ હુસૈન બાંગ્લાદેશ કોન્સ્યુલેટ જનરલ, એન્ડ્રુ ત્સેપો લેબોના દક્ષિણ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલ,સ્ટેલા માર્ટિન બેક રોયલ કોન્સ્યુલેટ ઓફ ડેનમાર્ક સિનિયર એડવાઈઝર, એનર્જી ટ્રાન્ઝિશનનો સમાવેશ થાય છે.

આ  પણ  વાંચો –મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે JBICના ચેરમેન સાથે યોજી બેઠક