+

Veraval : ઘરના ફળિયામાં રમતા 4 વર્ષના બાળક પર ખૂંખાર દીપડોનો હુમલો, સારવાર પહેલા જ માસૂમનું મોત

વેરાવળથી (Veraval) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. ઉકડીયા ગામે એક દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. માસૂમ બાળક તેના ઘરના ફળિયામાં રમી રહ્યું હતું. ત્યારે…

વેરાવળથી (Veraval) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. ઉકડીયા ગામે એક દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. માસૂમ બાળક તેના ઘરના ફળિયામાં રમી રહ્યું હતું. ત્યારે અચાનક ખૂંખાર દીપડો ત્યાં આવ્યો અને બાળકને ઊઠાવી લઈ ગયો હતો. એક કલાક બાદ બાળક ગંભીર હાલતમાં મળી આવ્યું હતું. માસૂમને સારવાર મળે તે પહેલા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગે માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી 4 પાંજરા ગોઠવ્યા છે.

વેરાવળના (Veraval) ઉકડિયા ગામે મકાનના ફળિયામાં રમી રહેલા 4 વર્ષના માસૂમ બાળકને ખૂંખાર દીપડો (Leopard) ઊઠાવી લઈ ગયો હતો. આ ઘટનાથી બાળકના પરિવારજનો અને ગ્રામજનોમાં અરેરાટી પ્રસરી હતી. પરિવારજનોએ ગ્રામજનો સાથે મળીને બાળકની શોધખોળ આદરી હતી અને લગભગ એક કલાકની જહેમત બાદ માસૂમ બાળક મળી આવ્યું હતું. જો કે, તેની હાલત ખૂબ જ ગંભીર હતી. તેનું શરીર લોહીલુહાણ હાલતમાં હતું. ઇજાગ્રસ્ત બાળતને ત્વરિત હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ, સારવર મળે તે પૂર્વે માસૂમે દમ તોડ્યો હતો. માસૂમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

દીપડાને પકડવા 4 પિંજરા ગોઠવાયાં

ઉકડિયા (Ukdia) ગામની આ ઘટના બાદ ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે. માનવ લોહી ચાખી ગયેલા માનવભક્ષી દીપડાને (Leopard) પકડવા માટે વન વિભાગ કવાયત હાથ ધરી 4 પાંજરા ગોઠવ્યા છે. જો કે, અત્યાર સુધી દીપડો પાંજરે પૂરાયો હોય તેવી માહિતી મળી નથી. ત્યારે ગામના લોકોએ પણ દીપડાના ડરના કારણે બહાર જવાનું ઓછું કરી દીધું છે.

 

આ પણ વાંચો – Dhordo : ‘ધોરડો’ ટેબ્લોનું દિલ્હીમાં સન્માન, રાજ્યનું ગૌરવ વધતા CM અને મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન

Whatsapp share
facebook twitter