+

Karachi News: ટપોટપ કરાચીમાં લોકોના મોત થઈ રહ્યા, હોસ્પિટલમાં સર્જાયો લાશનો ઢેર

Karachi News: Pakistan ના સૌથી મોટા શહેર Karachi માં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે ગત 4 દિવસની અંદર આશરે 450 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો Pakistan સહિત…

Karachi News: Pakistan ના સૌથી મોટા શહેર Karachi માં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે ગત 4 દિવસની અંદર આશરે 450 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો Pakistan સહિત Karachi ની અંદર 40 થી વધુ ડિગ્રીનું તાપમાન નોંધવામાં આવ્યું છે. જોકે Karachi એ Pakistan ની અંદર આવેલું બંદરગાહ શહેર તરીકે પણ માનવામાં આવે છે. ત્યારે આવા બંદરગાહ શહેર પણ કાળઝાળ ગરમીનો શિકાર બની રહ્યા છે.

  • મૃતકોને રાખવા માટે મુર્દાઘરમાં જગ્યાની ઉણપ

  • મોતમાં વધારો થવાથી બચાવ કામગીરી હાથ ધરાઈ

  • Karachi ની અંદર 77 રાહત છાવણીઓ તૈયાર કરવામાં આવી

તો બીજી તરફ Karachi માં જે રીતે કાળઝાળ ગરમીના કરાણે લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે આ મૃતકોને રાખવા માટે મુર્દાઘરમાં પણ જગ્યાની ઉણપ જોવા મળી રહી છે. અને આવી જ હાલત Karachi ના તમામ મુર્દાઘરમાં જોવા મળી રહી છે. જોકે આ મૃતકોમાં સૌથી વધારે પ્રમાણમાં એ લોકોના મોત થયા છે જે લોકો ઘર વિહોણા અને નશામાં રહેતા હતાં. તે ઉપરાંત Karachiમાં જે રીતે એક પછી એક મોત થઈ રહ્યા છે. તેને લઈને એક સ્થાનિક મુર્દાઘરના વ્યક્તિઓ Karachi ના મુર્દાઘરની સ્થિતિ વિશે જણાવ્યું હતું.

મોતમાં વધારો થવાથી બચાવ કામગીરી હાથ ધરાઈ

ત્યારે Karachi માં આવેલા તમામ મુર્દાઘરમાં આશરે 20 થી 30 જેટલા Dead Body આવે છે. તો ઈઘી ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું હતું કે 24 જૂન અને 25 જૂનના દિવસે ક્રમ અનુસાર 128 અને 135 Dead Body આવ્યા હતાં. તો અનેક Dead Bodyની હજુ સુધી ઓળખ પણ સામે આવી નથી. તે ઉપરાંત તેમના પરિવારના કોઈ પણ સભ્ય પણ Dead Body ની તલાશમાં આવ્યા નથી. ત્યારે Karachi માં મોતનો સતત આંકડો વધતો હોવાથી સરકારને બચાવ કામગીરી હાથ ધરી છે.

Karachi ની અંદર 77 રાહત છાવણીઓ તૈયાર કરવામાં આવી

હાલ, Karachi ની અંદર 77 રાહત છાવણીઓ તૈયાર કરવામાં આવી છે. તો Pakistan ના હવામાન વિભાગે Pakistan ના દક્ષિણમાં આવેલા ક્ષેત્રોને લઈ ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં આવનારા દિવસોમાં પણ કાળઝાળ ગરમીની સ્થિતિમાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ Pakistan દક્ષિણ વિસ્તારમાં મોતનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં Pakistan સરકાર આ ભયાવહ સ્થિતિ પર કાબૂ મેળવી શકે કે નહીં અને કેવી રીતે?

આ પણ વાંચો: AMERICA: અમેરિકામાં ભીષણ ગરમી, પૂર્વ રાષ્ટ્રપતિની પ્રતિમા પીગળી

Whatsapp share
facebook twitter