- ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી નિમાર્ણની માંગ કરી
- ચાર માસ પહેલા જ બનેલ નાળામાં ભ્રષ્ટ્રાચારની ભીતિ
- નથી તો લોખંડના સળિયા કે નથી મજબૂત સિમેન્ટ!
Bharuch: ચોમાસાની સિઝનમાં કોન્ટ્રાક્ટરોની પોલ ખુલ્લી પડી રહી છે. તેવામાં નેત્રંગ તાલુકાના વરખડી ગામે સ્મશાન જવાના રસ્તા ઉપર ચાર મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે નાળુ બનાવવામાં આવ્યું હતું. આ નાળા ઉપર લોખંડના સળિયા લગાવવાના બદલે કોન્ક્રીટના ભુંગળા ગોઠવી તેની ઉપર માટીનું પુરાણ કરી ડામર કપચી પાથરી રોડ બનાવી દીધો હતો. પ્રથમ વરસાદમાં જ આખેઆખું નાળું તણાઈ જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે.
– ભરૂચ જિલ્લાના એક ગામમાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનું પાપ છતું થયું
– લોખંડ અને સિમેન્ટ વગર બનાવી દીધું હતું નાળું
– વરસાદમાં નાળું ધોવાઈ જતા લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું#Bharuch #Netrang #Gujarat #News #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 30, 2024
આ પણ વાંચો: Gujarat: રાજ્યના અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત, મુખ્યમંત્રીએ કરી સ્થળ મુલાકાત
તાલુકા વિકાસ અધીકારીને આવેદનપત્ર પાઠવ્યું
નેત્રંગ તાલુકાના વરખડી ગામે સ્મશાન જવાના રસ્તા ઉપરથી પસાર થતાં કોતર ઉપર 4 માસ પહેલા નાળાનું નિમાર્ણ કરવામાં આવ્યું હતું. નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદના પગલે નદી-નાળા, તળાવ અને જળાશયોમાં ધોડાપુર આવતા ઠેર-ઠેર નાળાનું ધોવાણ થયું હતું. જેમાં વરખડી ગામે બનાવેલ નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતાં હલકીકક્ષાના માલ-સામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર આચાર્યના આક્ષેપ સાથે વરખડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધીકારીને આવેદનપત્ર આપા નવા નાળાની નિમાર્ણની માંગ કરી હતી.
આ પણ વાંચો: CM Bhupendra Patel અને ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ Vadodaraમાં શેલ્ટર હોમની મુલાકાત લીધી
ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી
નોંધનીય છે કે, વરખડી ગામે નાળાનું ધોવાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ અંતિમક્રિયા માટે સ્મશાને લઇ જવું, ગૌચરની જમીનમાં ઢોર-ઢાકરને ચરાવવા અને ખેતમજુરને ખેતરમાં કામ અર્થ જવા ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી સાથે સાથે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે ભરૂચમાં વરસાદને તંત્રની પોલ ઉઘાડી પાડી છે. અહીં નેત્રંગ તાલુકાના વરખડી ગામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી હોવાનું સામે આવ્યું છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: Mehsana: કડી – દેત્રોજ રોડ બલાસર નર્મદા બ્રિજ થયો જર્જરિત, 3 કિમીનું ડાયવર્ઝન