Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાણો વેલેન્ટાઈન વીકમાં તમારા પાર્ટનરને ખુશ કરવાની ટિપ્સ

09:16 AM Apr 28, 2023 | Vipul Pandya

આજની પેઢી મોડર્ન યુગને વધુ ફોલૉ કરે છે. એ જ મોડર્ન યુગની સંસ્કૃતિ બની ગયેલો એક તહેવાર એટલે વેલેન્ટાઈન વીક. વેલેન્ટાઈન વીક એટલે પ્રેમી-પંખીડાઓ માટે ખીલેલી વસંત, વસંતમાં જેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, તેમ વેલેન્ટાઈન વીકમાં પ્રેમી યુગલોનું હૈયું પણ ખીલી ઉઠે છે, જેમ વરસાદના આગમનની મોરલો આતુરતાથી રાહ જોતો હોય, તેમ પ્રેમી-યુગલો પણ વેલેન્ટાઈન વીકની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસોમાં પ્રેમી વર્ગ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે તમામ બનતા પ્રયત્નો કરી છૂટવા તૈયાર હોય છે. તો આવો જાણીએ, આ પ્રેમના તહેવારના દિવસોમાં કઈ રીતે પાર્ટનરને ખુશ કરી શકાય. 
 તમારા પાર્ટનરને સમય આપો
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ સમયનાં અભાવની ફરિયાદ કરતુ હોય છે. ત્યારે આ સમયના અભાવના કારણે ઘણી વખત વ્યક્તિ મનમાં ઈચ્છા હોવા છતાં પણ પોતાના પ્રિયજનને સમય આપી શકતું નથી. સંબંધમાં સમય એ ખુબ જ મહત્વનો ભાગ ભજવતું પરિબળ છે. ઘણી વખત ઘણા વ્યક્તિ એવી પ્રબળ ઈચ્છા ધરાવતા હોય છે કે તેનું પાર્ટનર તેને સમય આપે, અને ઈચ્છા ના પણ કેમ ધરાવે? અને ઘણી વખત સમયના અભાવના કારણે સંબંધમા એક અંતર પેદા થઇ જતું હોય છે. જે સંબંધનું ગાળું ઘોંટવા માટે સક્ષમ હોય. તો આ પ્રેમના તહેવાર પર જો તમે તમારા પાર્ટનરને ખુશ કરવા ઈચ્છો છો તો તમારા પાર્ટનરને સમય આપો.  

તમારા પાર્ટનરને શાંતિથી સાંભળો
કેટલીક વખત તમારું પાર્ટનર તમે એને શાંતિથી સાંભળો એવી અપેક્ષા રાખતું હોય છે. કારણકે વ્યક્તિ જયારે પ્રેમ-સંબંધમાં હોય ત્યારે તેના માટે સૌથી વિશ્વાસનીય અને તેની સૌથી નિકટનું વ્યક્તિ હોય તે તેનું પાર્ટનર હોય છે. વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે વાત કરીને હળવાશ અનુભવતું હોય છે, કેટલીક વખત એવું હોય કે એ વાત તમને ખબર હોય, કે તમે કંટાળો અનુભવતા હોય, છતાંય, તમારા પાર્ટનરને આનંદ થાય એ રીતે તમારા પાર્ટનરને શાંતિથી સાંભળો.

તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપો  
વર્તમાન સમયમાં જવાબદારીના ભારણ નીચે વ્યક્તિ દબાતો જઈ રહ્યો છે. એ ભારણની નીચે ક્યાંકને ક્યાંક વ્યક્તિનું અંગત જીવન ફિક્કું થઈ જતું હોય છે, સંબંધને મહેકતો રાખવા રોમાંચ એક આવશ્યક અંગ છે. તેથી સંબંધને મહેકતો રાખવા અને રોમાંચક બનાવવા તમારા પાર્ટનરને નાની-મોટી સરપ્રાઈઝ આપો. આજના સમયમાં ઘણા યુગલો લોન્ગ ડિસ્ટન્સ રિલેશન શિપમાં રહેતા હોય છે, તો જો તમે આવા સંબંધમાં છો તો તમારા પાર્ટનરની સરપ્રાઈઝ મુલાકાત લો, સંબંધ પૂર્ણરૂપે ખીલે એ માટે આવી નાની-નાની ખુશીઓ કારગત નીવડતી હોય છે.

તમારા પાર્ટનરને ગિફ્ટ આપો
પ્રેમ વસ્તુઓનો મોહતાજ નથી હોતો. પરંતુ, કેટલીક વખત વ્યક્તિને ખાસ હોવાની અનુભૂતિ કરાવવા માટે આવી નાની-નાની વસ્તુઓ ઘણી અસરકર્તા હોય છે. તમારા પાર્ટનર માટે ગિફ્ટ ખરીદતા સમયે તેની પસંદ – નાપસંદનું ધ્યાન રાખો, મોંઘીદાટ ગીફ્ટ ખરીદવા કરતા તમારા પાર્ટનરની પસંદગીની ગિફ્ટ ખરીદશો તો એ તમારા પાર્ટનરને વધુ આનંદ આપશે.
તમારા પાર્ટનર સામે તમારી લાગણી વ્યક્ત કરો
ઘણા વ્યક્તિ પ્રેમ તો કરતા હોય પણ પ્રેમ વ્યક્ત ન કરી શકતા હોય, પોતાની લાગણી, પોતાની ભાવના ખુલીને વ્યક્તિ ન કરી શકતા હોય, કેટલીક વખત તમારું પાર્ટનર તમે પ્રેમ વ્યક્ત કરો એવી આંતરિક ઈચ્છા ધરાવતું હોય છે, તેથી તમારા પાર્ટનરને આનંદ થાય એ રીતે તમારી લાગણી અભિવ્યકત કરો. 
તમારા પાર્ટનર સાથે એકાંત માણો
કેટલીક વખત વ્યક્તિ તેના પાર્ટનરનો સહવાસ ઝંખતું હોય છે. સંબંધને હૂંફાળો બનાવવા તમારા પાર્ટનર સાથે એકાંતમાં સમય વિતાવો, તમારા પાર્ટનરની સાથે એકાંત માણો જેથી તમારૂ પાર્ટનર ખુલીને તમારી સામે પોતાની ભાવના, પોતાની લાગણી વ્યક્ત કરી શકે.
આ વેલેન્ટાઈન વીકને સ્પેશ્યલ બનાવવા તમે પણ અજમાવો આ ટિપ્સ અને તમારા પાર્ટનરને ખુશ કરી તમારા સુંવાળા સંબંધોને વધુ મીઠાશભર્યા બનાવો. તમારા હૂંફાળા સંબંધમાં પ્રસરેલી તમારા પ્રેમની સુગંધ તમારા જીવનના બાગને વધુ મઘમઘતો બનાવશે.