+

LSG VS KKR : કોલકાતાનો વિજયરથ અવિરત, 98 રનના ભવ્ય વિજય સાથે બન્યા ટેબલ ટોપર

LSG VS KKR : આજરોજ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે IPL 2024 ની 54 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌના કપ્તાન કે…

LSG VS KKR : આજરોજ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે IPL 2024 ની 54 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌના કપ્તાન કે એલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી હતી. પરંતુ તેમના માટે આ નિર્ણય ખૂબ જ ભારે સાબિત થયો હતો. કોલકાતાની ટીમે શાનદાર બેટિંગ કરતાં લખનૌની ટીમની બોલિંગની કમર તોડી હતી અને સ્કોરબોર્ડ ઉપર 235 રનનો સ્કોર ઊભો કર્યો હતો. લખનૌની ટીમ આ સ્કોરનો પીછો કરવામાં એકદમ અસફળ સાબિત થઈ હતી અને તેમની આ મેચમાં 98 રને મોટી હાર થઈ હતી. લખનૌની ટીમ આ મેચમાં ફક્ત 137 રન જ કરી શકી હતી.

KKR એ તોડી LSG ના બોલિંગ લાઇન -અપની કમર

KKR ના ઓપનરોએ હમેશાની જેમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે સારું પ્રદર્શન કર્યું હતું. સુનીલ નારાયણ અને ફિલ સોલ્ટે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. KKR માટે 32 રન બનાવીને સોલ્ટ આઉટ થયો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલા અંગક્રિશ રઘુવંશીએ 32 રન બનાવ્યા હતા.પરંતુ બીજી તરફ સુનિલ નારાયણે જોરદાર બેટિંગ ચાલુ રાખ્યું હતું. સુનિલ નારાયણે આ મેચમાં ધમાકેદાર બેટિંગ કરતાં 39 બોલમાં 81 રન બનાવ્યા હતા. અંતમાં રમનદીપ સિંહની ઝડપી બેટિંગના કારણે KKR ની ટીમ 235 રનના વિશાળ સ્કોર સુધી પહોંચી શકી હતી. રમનદીપે અંતિમ ઓવર્સમાં આવીને 6 બોલમાં 3 સિક્સર અને 1 ચોગ્ગાની મદદથી 25 રન ફટકાર્યા હતા.

IPL ઇતિહાસમાં LSG સામે સૌથી મોટો સ્કોર

આ સાથે જ કોલકાતાની ટીમે LSG સામે આઈપીએલના ઈતિહાસમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે આ સૌથી મોટો ઊભો કર્યો છે. KKR પહેલા, IPL 2023માં LSG સામે સૌથી વધુ સ્કોર ગુજરાત ટાઇટન્સે બનાવ્યો હતો. જે 227 રન હતો. હવે KKR એ IPLની તમામ ટીમોને પાછળ છોડી દીધી છે અને લખનૌ સામે સૌથી વધુ સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે.

  • 235/6 – KKR, 2024
  • 227/2 – ગુજરાત ટાઇટન્સ, 2023
  • 217/7 – ચેન્નાઈ સુપર કિંગ્સ, 2023
  • 212/2 – RCB, 2023
  • 210/7 – ચેન્નાઈ સુપર કિંગ્સ, 2022

આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે લખનૌના મેદાન ઉપરનો અત્યાર સુધીના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

લખનૌ મેદાન પર ટીમોના શ્રેષ્ઠ સ્કોર:

  • 235/6 – કોલકાતા નાઈટ રાઈડર્સ
  • 199/8 – લખનૌ સુપર જાયન્ટ્સ
  • 199/3 – રાજસ્થાન રોયલ્સ
  • 196/5 – લખનૌ સુપર જાયન્ટ્સ
  • 193/6 – લખનૌ સુપર જાયન્ટ્સ

16.1 ઓવરમાં ઓલ આઉટ થયું LSG, 98 રને થઈ હાર

લખનૌની ટીમ વિશાળ સ્કોરનો પીછો કરવા માટે મેદાનમાં આવી તો તેમના બેટ્સમેન કઈ ખાસ કમાલ દેખાડી શક્યા ન હતા. ઓપનર કુલકર્ણી ફક્ત 9 રન બનાવીને સ્ટાર્કનો શિકાર બન્યા હતા. આ મેચમાં લખનૌ માટે સૌથી વધારે રન સ્ટોઈનીસે માર્યા હતા. તેને 21 બોલમાં 36 રન માર્યા હતા. તેના સિવાય LSG ના કોઈ બેટ્સમેન કોઈ ખાસ કમાલ દેખાડી ન શક્યા. KKR માટે હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3, આન્દ્રે રસલે 2 અને સ્ટાર્ક અને સુનિલ નારાયણને 1-1 સફળતા મળી હતી. કોલકાતાને આ મેચમાં 98 રનથી વિશાળ જીત મળી હતી. આ સાથે જ કોલકાતા આ જીત બાદ ટેબલ ઉપર પ્રથમ ક્રમાંકે પહોંચી છે.

આ પણ વાંચો : Heinrich Klaasen ભીડ વચ્ચે થયો લાલઘૂમ, સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

Whatsapp share
facebook twitter