Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતની આ કોલેજમાં થઇ વેલેન્ટાઇન ડે અને બ્લેક ડેની એક સાથે ઉજવણી , પુલવામા હુમલામાં શહીદ સૈનિકોને અનોખી શ્રદ્ધાંજલી

07:37 PM Apr 17, 2023 | Vipul Pandya

સુરતની એક કોલેજમાં બ્લેક ડે અને વેલેન્ટાઈન ડેની એક સાથે ઉજવણી કરવામાં આવી. આવતી કાલે વેલેન્ટાઇન ડેને લઇ યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે એક દિવસ અગાઉ જ શહેરનો કોલેજોમાં થઈ રહી છે વેલેન્ટાઈન ડેની ઉજવણી.  

પુલવામા અટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ
સુરત શહેરના ડુમસ રોડ ખાતે આવેલી ફેશન કોલેજમાં એક દિવસ અગાઉ જ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી હતી વેલેન્ટાઇન ડેની સાથે સાથે પુલવામા એટેકમાં શહીદ થયેલા જવાનોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બ્લેકબેરી ઉજવણી પણ કરવામાં આવી હતી. આ કોલેજમાં ફેશન શો યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય બે થીમ હતી. એક થીમ આવતીકાલે ઉજવવામાં આવનારા વેલેન્ટાઈન ડે ની. તો બીજી ટીમ હતી પુલવામામાં સહિત થયેલા સૈનિકો માટે બ્લેક ડે. બ્લેક ડે અને વેલેન્ટાઈન ડેના અલગ અલગ ગારમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં 30 ગારમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.


30 જેટલા અલગ અલગ ડિઝાઇનના ગારમેન્ટ તૈયાર કરાયા 
14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન દિવસને લઈને યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એક દિવસ પહેલા જ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. વેલેન્ટાઇન ડેની સાથે સાથે બ્લેક ડેની ઉજવણી ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કોલેજમાં અભ્યાસ કરતી ફેશન ડિઝાઈનર વિદ્યાર્થીનીઓએ બે દિવસમાં 30 જેટલા અલગ અલગ ડિઝાઇનના ગારમેન્ટ તૈયાર કર્યા હતા. જેમાં 15 ગારમેન્ટ વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે રેડ કલરમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને 15 જેટલા ગારમેન્ટ પુલવામાં થયેલા આતંકી હુમલામાં જે શહીદોના મોત થયા છે તેમની યાદમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બ્લેક કાપડમાં તૈયાર કરવામાં આવ્યા હતા. 

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
બ્લેક અને રેડના કોમ્બિનેશન સાથે એટલે કે વેલેન્ટાઈન ડે અને બ્લેક ડેને કોમ્બિનેશન કરીને સુરતની ટેક્સટાઇલ કોલેજમાં ફેશન શો યોજવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે, દર વખતે આ જ પ્રકારે તહેવારના એક દિવસ પહેલા ફેશન ગારમેન્ટ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ પ્રકારના ગારમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને ડે સેલીબ્રેશન કરવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ વેલેન્ટાઈન ડે અને બ્લેક ડેનો ફેશન શો શરૂ કરવામાં આવ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.