+

VADODARA : ST ડેપો પર વ્યવસ્થાનો અભાવ, પગે ફ્રેકચર થયેલ મહિલાને મદદ ન મળી

VADODARA : વડોદરાના એસટી ડેપોને (VADODARA ST DEPOT) એરપોર્ટ જેવો લુક આપીને બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે વડોદરાથી મહારાષ્ટ્ર જવા માટે મહિલા એસટી…

VADODARA : વડોદરાના એસટી ડેપોને (VADODARA ST DEPOT) એરપોર્ટ જેવો લુક આપીને બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે વડોદરાથી મહારાષ્ટ્ર જવા માટે મહિલા એસટી ડેપો પર આવી હતી. મહિલાના પગે ફ્રેક્ચર હોવાથી તેમની માટે વ્હીલ ચેર શોધવા છતાં મેળ પડ્યો ન હતો. આખરે મહિલા એક પગે ચાલીને એસટી બસની બેઠક વ્યવસ્થા સુધી પહોંચી હતી. આ ઘટના તેમના પતિએ વિડીયો બનાવીને ઉજાગર કરી છે.

વ્હીલ ચેર શોધવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા

વડોદરામાં વર્ષો પહેલા અત્યાધુનિક દેખાવ ધરાવતું એસટી ડેપો તૈયાર કરવામાં આવ્યું હતું. જેની જાળવણીમાં આજે તંત્ર કેટલું ઉણું ઉતર્યું છે, તેનો મુસાફરોને અવાર-નવાર અનુભવ થયો હોય છે. આજે પગે ફ્રેક્ચર ધરાવતી મહિલા પુત્રી સાથે મહારાષ્ટ્ર મુસાફરી કરવા માટે એસટી ડેપો આવી હતી. જ્યાં તેમના પતિએ વ્હીલ ચેરની માંગણી કરતા સિક્યોરીટીએ જાતે જ શોધવાની વાત કહી હતી. આખરે મહામહેનતે વ્હીલ ચેર શોધવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. અને મહિલાએ એક પગે ચાલીને બેઠક વ્યવસ્થા સુધીનો પ્રવેશ મેળવ્યો હતો.

તમે જાતે શોધી લો

વડોદરાના રહેવાસી અને મુસાફર સંદિપ દેવરે જણાવે છે કે, આજે મારી પત્ની વડોદરાથી મહારાષ્ટ્ર જવા માટેની એસટી ડેપો આવી હતી. ત્યાંના પ્રવેશ દ્વારા પર મેં પુછ્યું કે વ્હીલ ચેર મળી શકે, જેથી હું મારી પત્નીને બસ સુધી પહોંચાડી શકું. તેણે કહ્યું કે વ્હીલ ચેર લઇ જાય છે તે પરત કરતા નથી. તમે જાતે શોધી લો. મેં વ્હીલ ચેર શોધી તો મળી નહિ. જે બાદ મેં રીકવેસ્ટ કરી કે તમારી પાસે રહેલી ટ્રોલીને મને સામાન મુકવા માટેની આપો. તો તેમણે કહ્યું કે, તેની ઓથોરીટી અમારી નથી.

સુવિધાઓમાં અનેક ભુલો થઇ રહી છે

વધુમાં તેઓ જણાવે છે કે, પહેલા બસ સ્ટોપ પર આવી સુવિધાઓ ન હતી. હવે સુવિધાઓ મળી રહી છે. આ સુવિધાઓમાં અનેક ભુલો થઇ રહી છે. સમજના આભાવે અથવાતો અન્ય કારણોસર લોકો ઉપયોગમાં લીધેલી વસ્તુઓ પરત નથી મુકી રહ્યા. વ્હીલ ચેરના ઉપયોગને લઇને નાનું ભાડું વસુલવામાં આવે તો તેને રીફંડ મળે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. આમ કરવાથી લોકોને સુવિધાઓ મળશે. આ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, મારા વાઇફને ફ્રેક્ટર અને ક્રેક છે, જેમ તેમ કરીને હું લઇને આવ્યો. કોઇ સિનિયર સિટીઝન હોય તો મુશ્કેલી વધુ પડી શકે. મારી રજૂઆત પર કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો — VADODARA : મરણ પ્રસંગમાંથી પરત ફરવાની વાટ જોતા ફોન આવ્યો, દવાખાને પહોંચો

Whatsapp share
facebook twitter