+

VADODARA : એલર્ટ કરાતા ઉર્મિ બ્રિજ પર વાહનો લાઇનસર પાર્ક થયા

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર બંનેમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ હતી. જેને પગલે પાલિકાના (VADODARA – VMC) ફાયર વિભાગ (FIRE DEPARTMENT) દ્વારા નીચાણવાળા…

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર બંનેમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઇ હતી. જેને પગલે પાલિકાના (VADODARA – VMC) ફાયર વિભાગ (FIRE DEPARTMENT) દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. શહેરના ઉર્મી બ્રિજ પાસે આવેલા સિદ્ધાર્થ બંગ્લોઝ તથા આસપાસમાં એનાઉન્સમેન્ટ બાદ પાણી ભરાવવાની શક્યતાઓને લઇને સ્થાનિકો દ્વારા ઉર્મિ બ્રિજ પર વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા. જેને પગલે બ્રિજની એક બાજુ લાઇનસર વાહનોની કતારો જોવા મળી હતી.

સચેત રહેવા માટે અપીલ

વડોદરામાં એક જ વરસાદમાં શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી પહોંચી હતી. તો બીજી તરફ આજવા સરોવરમાં પાણીનું સ્તર જાળવવા માટે દરવાજા ખોલવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. તેવામાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવાની અસર વર્તાઇ શકે તેમ હતી. દરમિયાન મોડી રાત્રે પાલિકાના ફાયર વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જઇને લોકોને સચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી હતી. જૈ પૈકી એક સોસાયટી કારેલીબાગના અમિત નગર સર્કલથી સમા તળાવ તરફ જતા આવતી સિદ્ધાર્થ સોસાયટી હતી.

વાહનો ઉર્મિ બ્રિજ પર પાર્ક કરી દીધા

આ સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકો વાકેફ છે. જેના કારણે એનાઉન્સમેન્ટ થતાની સાથે જ તમામે પોતાના વાહનો ઉર્મિ બ્રિજ પર પાર્ક કરી દીધા હતા. મોડી રાત્રે ઉર્મિ બ્રિજ પર વાહનોની કતારો જોવા મળી રહી હતી. જેમાં ટુ વ્હીલર અને કારનો સમાવેશ થાય છે. તો બીજી તરફ આજવા સરોવરમાં રૂલ લેવલ 211 ફૂટ જાળવવા માટે પાણી છોડવું પડે તેવી સ્થિતી હોવાનું વાઘોડિયા મામલતદારે જણાવ્યું હતું. વિતેલા 24 કલાકમાં ભારે વરસાદને પગલે 750 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો — Jetpur : કેરાળી ગામ સહિત 10 ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ, ગ્રામજનોને હાલાકી

Whatsapp share
facebook twitter