+

VADODARA : રખડતા ઢોર પકડતી પાલિકાની ટીમ સાથે છુટ્ટા હાથે મારામારી

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે પાલિકાની ટીમ અનેક પડકારો વચ્ચે કામ કરી રહી છે. તાજેતરમાં પાલિકાની ટીમ અકોટા પોલીસ મથક વિસ્તારમાં કામગીરી કરી…

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે પાલિકાની ટીમ અનેક પડકારો વચ્ચે કામ કરી રહી છે. તાજેતરમાં પાલિકાની ટીમ અકોટા પોલીસ મથક વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. દરમિયાન અજાણ્યા ત્રણ શખ્સોએ આવીને પાલિકાની ટીમ સાથે ગેરવર્તણુંક કરી હતી. જે બાદ અજાણ્યા શખ્સો દ્વારા છુટ્ટા હાથે મારામારી કરવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ ગાયો રખડતી પાલિકાની ટીમે પકડી

અકોટા પોલીસ મથકમાં ભવાનીસીંઘ સુરજબીલસિંઘ કનોજીયા (રહે. પાશ્વપુજા સોસાયટી, અકોટા) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તા. 16 એપ્રિલના રોજ પાલિકાની ટીમ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન સાંજે 4 વાગ્યાના સુમારે ટીમ અકોટા પોલીસ મથક વિસ્તારમાં કામગીરી કરવા પહોંચી હતી. તેવામાં સુધરાઇ કોલોની પાસે ત્રણ ગાયો રખડતી હોવાના કારણે પાલિકાની ટીમે તેને પકડી પાડી હતી.

છુટ્ટા હાથની મારામારી કરી

તેવામાં ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા સ્થળ પર આવીને બોલાચાલી કરવામાં આવી હતી. અને ગાયને છોડાવવા માટે ગાળો આપી હતી. જે બાદ તેમણે ગાયો છોડાવવા માટે પાલિકાની ટીમના સભ્ય સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી. આ સમયે પાલિકાની ટીમે મક્કમતાથી સામનો કરતા બે ગાયો છોડાવવામાં અજાણ્યા શખ્સોને નિષ્ફળતા મળી હતી. એક ગાય તેઓ છોડાવી ગયા હતા.

તમામને પકડી પાડવાના ચક્રોગતિમાન

આખરે પાલિકાની ટીમની કામગીરીમાં અડચણ ઉભી કરનાર ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તમામને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ક્યારેક ઘર્ષણ પણ થાય

અત્રે નોંધનીય છે કે, પાલિકાની ટીમ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી સમયે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક ઘર્ષણ પણ થાય છે. આ પ્રકારના વિરોધને અવગણીને પાલિકાની ટીમ શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવાના મિશનમાં લાગી જાય છે.

આ પણ વાંચો — VADODARA : મંદિરથી લઇ સાયકલ સુધી તક મળે ત્યાં હાથફેરો કરતી ત્રીપુટી દબોચી લેવાઇ

Whatsapp share
facebook twitter