Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પૂર નિવારણ માટેની કમિટીની બીજી બેઠક યોજાઇ, જાણો શું ચર્ચાયું

03:43 PM Sep 25, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માં પૂરનું સંકટ નિવારવા માટે સરકાર દ્વારા રચના કરવામાં આવેલી કમિટીની આજે પાલિકા (VADODARA – VMC) માં બેઠક મળી હતી. ટુંકાગાળામાં આ બીજી બેઠક મળી છે. જેમાં ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલા સહિત અન્ય એક્સપર્ટ મેમ્બર્સ અને પાલિકાના કમિશનર હાજર રહ્યા હતા. બીજી મીટિંગમાં પૂર નિવારવા માટેના વિષય પર ચર્ચા કરવામાં આવી હોવાનું કમિશનરે મીડિયાને જણાવ્યું હતું.

ટુંકા ગાળામાં બીજી વખત પાલિકાની કચેરીએ બેઠક

વડોદરા ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ફરી પૂરની પરિસ્થિતી ના સર્જાય તે માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેનું નેતૃત્વ ભારત સરકારના પૂર્વ સચિવ અને અત્યંત અનુભવી નવલાવાલા કરી રહ્યા છે. કમિટીની રચના બાદ ટુંકા ગાળામાં બીજી વખત પાલિકાની કચેરીએ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પૂર નિવારવા અંગેના વિષય પર સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

શું પગલાં ભરી શકાય તેની પ્રાથમિક ચર્ચા કરવામાં આવી

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, આજે પાલિકાની કચેરીએ, વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું તેના નિવારણ માટે સરકારે જે કમિટી બનાવી છે. તેના અધ્યક્ષ નવલાવાલા સાહેબ અને મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ સાહેબ આવ્યા હતા. કમિટીના અન્ય મેમ્બરો અને આમંત્રિત મહેમાનો હતા. કમિટીમાં વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તેની માટે શું પગલાં ભરી શકાય તેની પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક એન્જિનીયર્સ અને સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનીયર્સ સાથે આવ્યા હતા.

અત્યારે કોઇ સુચન આપવામાં આવ્યું નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, આજવા ડેમ, પ્રતાપપુરા ડેમનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવતું કઇ રીતે ઓછું કરી શકાય તેની માટેની ચર્ચા હતી. પૂર કેવી રીતે ઓછું આવે તે જોવાની જવાબદારી તેમની છે. દબાણની વાત તેમના ધ્યાને મુકવામાં આવી છે. અત્યારે કમિટીના અધ્યક્ષની હાજરીમાં વિશ્વામિત્રી નદીમાં પાણી કેવી રીતે ઓછું આવે તે અંગેની ચર્ચા કરવામાં આવી છે. અત્યારે કોઇ સુચન આપવામાં આવ્યું નથી, માત્ર ચર્ચા કરવામાં આવી છે. હજી સુધી કોઇ પગલાં ભરવા અંગે વાત થઇ નથી.

આ પણ વાંચો — VADODARA : પૂરગ્રસ્ત વેપારીઓને રૂ. 12 કરોડની સહાયની સીધી બેંક ખાતામાં ચૂકવણી