Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : શિક્ષણ સમિતિના બિન શૈક્ષણિક કર્મીઓને નોટીસ, નિર્દોષ દંડાયાની ચર્ચા

04:15 PM Sep 18, 2024 |

VADODARA : વડોદરા પાલિકાની શિક્ષણ સમિતિમાં શ્રેષ્ઠ શિક્ષક મુદ્દે આરટીઆઈનો જવાબ છેલ્લા દિવસ સુધી તૈયાર નહીં થતા સીઆરએસ અને યુઆરએસ ના 11 કર્મીઓના કામકાજનો સમય પૂરો થવા છતાં ઘરે જતા અગાઉ અટકાવ્યા હતા. ત્યાર બાદ તમામને છૂટા કરી દેવા અંગે આપવામાં આવેલી નોટીસ ગેરકાયદેસર હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જે હકીકત અંગે બિન શૈક્ષણિક કર્મચારીઓ કોઈ બાબત જાણતા જ નથી તો પછી જવાબ કેવી રીતે આપે તેવી તેમની મુંઝવણ હોવાનો ગણગણાટ છે. આ કાર્યવાહીમાં બિન શૈક્ષણિક 11 કર્મચારીઓ તદ્દન નિર્દોષ હોવાની વાતો પ્રબળ વહેતી થઇ છે.

બિન શૈક્ષણિક 11 કર્મચારીઓ કોઈ હકીકત જાણતા ન્હતા

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક આપવામાં આવે છે. આ પ્રક્રિયા અંગે ગેરરિતીના આક્ષેપો શાળાના પારિતોષિકના દાવેદાર શિક્ષક દ્વારા કરાયા હતા. બાદમાં તેમણે આ અંગે તેમણે માહિતી આરટીઆઇ હેઠળ માંગી હતી. આ અંગે શિક્ષકને માહિતી આપવા બિન શૈક્ષણિક કર્મચારીઓને જણાવ્યું હતું. પરંતુ તરસાલીની ભક્ત કવિ નરસિંહ મહેતા શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 2022 માં રજૂઆત કરી હતી. ત્યારે શાસનાધિકારીએ ઉડાઉ જવાબ આપ્યો હતો. આ અંગેની માહિતી હાલના બિન શૈક્ષણિક 11 કર્મચારીઓ કોઈ હકીકત જાણતા ન્હતા. છતાં પણ તેમને હાલના શાસન અધિકારી અને માહિતી અધિકારી ધવલ પટેલે વિગતો આપવા આ તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓને જણાવ્યું હતું.

આ પ્રક્રિયા ગેરકાયદેસર

આ અંગે તેમને તાજેતરમાં ફરજનો સમય પૂરો થવા છતાં ઘરે જવા દેવાયા ન હતા અને રાત્રે મોડે સુધી બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામને ચીમકી અને નોટિસ આપવામાં આવી હતી કે આરટીઆઈ મુદ્દે જવાબ આપવાનો છેલ્લો દિવસ છે. અને જવાબ તૈયાર નહીં થાય તો રજાઓ બાદ તમામને છૂટા કરી દેવા બિન શૈક્ષણિક 11 કર્મચારીને નોટિસ ફટકારાઈ હતી. આ પ્રક્રિયા ગેરકાયદેસર હોવાનું તમામ કર્મીઓ એકસુર થઇને જણાવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : જિલ્લામાં ચાર નવી સરકારી માધ્યમિક શાળાને મળી મંજૂરી