+

Chotaudepur : ગૌરવ પથ પર ટ્રાફિકની સમસ્યાથી છુટકારો ક્યારે ? તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ

છોટાઉદેપુરનાં ગૌરવપથ પર ટ્રાફિકની સમસ્યા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયાં તંત્રની ‘અદબ પલાઠી અને મોઢા ઉપર આંગળી’ જેવો વ્યવહાર છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લાનાં મુખ્ય મથક અને નગરની નાક સમા…
  1. છોટાઉદેપુરનાં ગૌરવપથ પર ટ્રાફિકની સમસ્યા
  2. તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયાં
  3. તંત્રની ‘અદબ પલાઠી અને મોઢા ઉપર આંગળી’ જેવો વ્યવહાર

છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લાનાં મુખ્ય મથક અને નગરની નાક સમા ગણી શકાય તેવા ગૌરવ પથ પર ઘણા સમયથી છૂટક ધંધાર્થીઓ તેમ જ શાકભાજી અને મરી-મસાલાવાળા પોતાનાં પથારા લગાવી બે ટંક પેટીયું રળવા માટે વેપાર કરે છે. પરંતુ, બીજી તરફ આ જ માર્ગ પર ટ્રાફિકની (Traffic) સતત અવરજવર રહેતી હોવાથી ટ્રાફિક અડચણનાં પ્રશ્નો ઉપસ્થિત થતા નરી આંખે જોવા મળી રહ્યા છે. તેવામાં તંત્રની ‘અદબ પલાઠી અને મોઢા ઉપર આંગળી’ જેવો વ્યવહાર પ્રજાને સતત ખૂંચી રહ્યો છે.

આ પણ વાંચો – Ahmedabad : આખરે કોના પાપે પ્રજાનાં રૂ.180 કરોડ ધૂળધાણી થયાં ? 15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે!

નગરનાં વિકાસનાં નામે કરોડ રૂપિયાનું આંધણ!

પ્રજાની સુખાકારી અને સવલતની દેખરેખ નિગરાણી અને વ્યવસ્થાઓ ઊભી કરવાની સીધી જવાબદારી પાલિકા તંત્રની છે. નગરનાં વિકાસનાં નામે કરોડ રૂપિયાનું આંધણ થઈ રહ્યું હોય તેવામાં પ્રજાની પ્રાથમિક જરૂરિયાત અને સમસ્યાનાં નિવારણ માટે પાલિકા તંત્ર વામણું પુરવાર થયું છે તેવું કહીએ તો ખોટું નથી. જિલ્લાનાં મુખ્ય મથક (District Headquarters) પર રોજિંદા વેપાર માટે કસરત કરતા ફેરિયાઓ માટે એક વ્યવસ્થા સભરનું માર્કેટ ના ઊભું કરી શકાય તે કેટલી હદ સુધીની લાચારી કહેવાય તે એક વિચારવા જેવી વાત છે.

આ પણ વાંચો – Ahmedabad : બોપલમાં ‘Hit and Run’ કેસનાં આરોપી સગીરને લાઇસન્સ મળશે કે નહીં ? RTO અધિકારીએ કરી સ્પષ્ટતા!

વાહનચાલકોને રોજ ટ્રાફિક અડચણનો સામનો કરવો પડે છે

બીજી તરફ ગૌરવ પથ પરથી પસાર થતાં અનેક વાહનચાલકો રોજેરોજ ટ્રાફિક અડચણનો ભોગ બની રહ્યા છે અને તે તરફ પણ પાલિકા તંત્ર (Chotaudepur Municipal) ઉદાસીન વલણ અપનાવે તે એક ખૂબ જ ગંભીર બાબત છે. પ્રજાની સેવા અને સમસ્યાઓનાં નિવારણ માટે કામ કરતી સંસ્થાએ ખરેખર પ્રજાની પ્રાથમિક જરૂરિયાતોને અગ્રેસર રાખી તે દિશામાં આગળ વધવા પ્રયાસો કરવામાં આવે તે ઇચ્છનીય છે. હાલ, તો પ્રજા ટ્રાફિક અડચણથી (Traffic Jams) પરેશાન છે, તો બીજી તરફ ઉનાળો, ચોમાસુ અને ઠંડીનો સીધો સામનો કરી કપરી પરિસ્થિતિમાં પણ માત્ર બે ટક રોટલા માટે મથતા વેપારીઓ હાલ તો સુવિધા સભર શાકમાર્કેટનાં અભાવ વચ્ચે પીસાઈ રહ્યા છે.. તે એક સત્યહકીકત અને વરવી વાસ્તવિકતા છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો – Bhuj : ચોકલેટની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે કુકર્મ કરનારાને આકરી સજા, ફટકારાયો આટલો દંડ

Whatsapp share
facebook twitter