Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : Gujarat First ના અહેવાલ બાદ VMC ચેરમેનને ભાન આવ્યું, વિવાદીત નિવેદન અંગે માંગી માફી

12:41 PM Sep 11, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VMC) ના સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે લોકોને ટ્યુબ, તરાપા અને દોરડા વસાવી લેવા માટે જણાવ્યું હતું. આ વાતને અસરકારક રીતે ઉઠાવતા ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીને ભાન થયું છે. અને તેમણે નિવેદન અંગે માફી માંગતા કહ્યું કે, “હું એક ડોક્ટર છું એક સમાજ સેવક તરીકે નિવેદન આપ્યું છે. અમે જવાબદારીથી છટકવા માગતા નથી. હંમેશા લોકો સાથે અને વચ્ચે રહીને જ કામ કરીએ છીએ.

નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું

વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા વિવાદીત નિવેદન આપવામાં આવતા શહેરભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પૂર સમયે અને ત્યાર બાદ નાગરિકોને મદદ પહોંચાડવાની જગ્યાએ ચેરમેને નિવેદન આપ્યું હતું કે, લોકોએ તરાપા અને ટ્યુબ વસાવી લેવા જોઇએ. જેને લઇને સામાન્ય નાગરિકથી લઇને સામાજીક કાર્યકર અને પૂર્વ વિપક્ષી નેતા દ્વારા આ નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું છે. આ મામલો Gujarat First દ્વારા અસરકારક રીતે ઉઠાવતા ચેરમેનને ભાન કરાવ્યું હતું. જે બાદ તેમણે માફી પણ માંગી છે.

નગરસેવકો સભાન અવસ્થામાં હોય તો તમામ રાજીનામું આપે

આ અંગે વિરોધ કરતા સામાજીક કાર્યકર અતુલ ગામેચી જણાવે છે કે, આ ચેરમેનનો બફાય નથી, પરંતુ તેમના દિલની વાત છે. 30 વર્ષથી નાગરિકો પાસેથી વેરો લીધો, રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ લીધી, હવે તેઓ ધરાઇ ગયા છે. શહેરમાં પૂરની પરિસ્થિતીમાં પહોંચી નથી વળ્યા. હવે તેઓ ધારાસભ્યો અને નગરસેવકોનો વિરોધ થઇ રહ્યો છે. તેમણે કહ્યું વડોદરાની જનતાએ દોરડા, ટ્યુબ અને તરાપા રાખવા પડશે. વડોદરાવાસીઓએ વેરા ભર્યા છે, તેનુ વળતર આપવાની જગ્યાએ તેઓ હવે આવું કહી રહ્યા છે. રોડ, રસ્તા અને પાણીની સુવિધા તેમણે આપવાની છે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેના કારણો મોલ, હોટલના દબાણો તથા ડેબરીઝ નાંખીને પુરવામાં આવી છે. ચેરમેન માફી માંગે, વડોદરાની પાલિકાને સુપરસીડ કરવામાં આવે તેની અમારી માંગ છે. નગરસેવકો સભાન અવસ્થામાં હોય તો તમામ રાજીનામું આપે તેવી માંગ છે. વિશ્વામિત્રી નદીના રિડેવલોપમેન્ટના પૈસા ઓહિયા ના થઇ જાય તેનું લોકોએ ધ્યાન રાખવું પડશે.

શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે

વડોદરા પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે કહ્યું કે, વડોદરા પાલિકામાં સત્તાપક્ષના 30 વર્ષના શાસન દરમિયાન વિશ્વામિત્રી નદી કાંસમાં ફેરવાઇ ગઇ છે. અનેક ઠેકાણે દબાણો થયા છે, તળાવો પુરાઇ ગયા છે. માત્ર 7 – 8 ઇંચમાં વરસાદમાં જ શહેરની ખરાબ હાલત થઇ જાય છે. 26 ઓગસ્ટનું પૂર વડોદરાવાસીઓ ભૂલી નહી શકે. હવે શાસકો ટ્યુબ અને તરાપા વસાવી લેવાની સુફીયાણી સલાહ આપે છે. તેનો મતલબ એ થયો કે, શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં પૂર આવવાનું નિશ્ચિત છે. 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીનું એક પ્રોજેક્ટ પ્રપોઝલ નથી. રાજકારણ થયું, નેતાઓ ચૂંટાઇને આવ્યા, કોઇએ પ્રપોઝલ કંઇ મંગાવ્યું નથી અને આપ્યું નથી. સાચે વડોદરા માટે દબાણો ખોલવાની જરૂર છે. તેની સામે 3 લાખ ચોરસ મીટર જગ્યાને ઝોનફેર કરીને નદી કિનારે રીસડેન્સલ ઝોનમાં દબાણ આવી રહ્યું છે. તેમાંથી 75 હજાર ચોરસ મીટર માટે નોટીફીકેશન પણ બહાર પડી ચુક્યું છે. તેનો મતલબ કે, આવનાર સમયમાં પૂરની સ્થિતી વધુ વિકટ બનવાની છે. વડોદરાના નાગરિકોએ હવે સમજવાની જરૂર છે. શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે.

આ પણ વાંચો — VADODARA : “ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખો”, VMC ના ચેરમેનની લોકોને સલાહ