Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કાંસની સ્થિતીની વિગતો મંગાવાઇ, ભાજના કોર્પોરેટરે કહ્યું, “આ આપણી ભૂલ હતી”

04:51 PM Sep 07, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે હવે લોકોની સાથે ભાજપરના કોર્પોરેટરો પણ ગેરકાયદેસર દબાણોને લઇને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. તેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નં – 2 ના ભાજપના કોર્પોરેટર ભાણજી ભાઇ પટેલે સાફ વાત રજુ કરી હતી. તેમણે કહ્યું કે, 10 મીટર પ્રમાણે આવતું હોય અને તે અહિંયા આવીને 4 .50 મીટરમાં જાય તો સ્વભાવિક છે કે, વિસ્તારમાં પાણી ભરાઇ જાય. આ આપણી ભૂલ હતી. ભૂલ આપણે સ્વિકારવી જોઇએ.

ભૂખી કાંસ નેશનલ હાઇવે પરથી નિકળે છે

ભાણજી ભાઇ પટેલે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, કમિશનર જોડે રજુઆત કરી, આટલા વર્ષોથી પૂર આવ્યા તે પૂરમાં મેં 24 કલાક કામગીરી કરેલી છે. એટલે હું વાકેફ છું કે ક્યાં ભૂલ થઇ રહી છે. આ જે પૂર આવ્યું તેના પરથી ખબર પડી કે, શિવમ સોસાયટીમાં 4.50 ફૂટની ભૂખી કાંસ છે. મેં સાહેબને કહ્યું કે, મને તેનું માપ આપો. ભૂખી કાંસ નેશનલ હાઇવે પરથી નિકળે છે, ત્યાં કેટલા મીટરમાંથી થઇને નિકળે છે ? અને તેનું માપ કેટલું હોવું જોઇએ ? વર્ષ 2000 માં પાણીની ચેનલ બનાવી હતી. તે વખતે 20 મીટરની બનાવી દીધી હોત તો, તે કાંસ આપણો મોટો હોત. મને કાંસને ડેટા આપો. નેશનલ હાઇવે માંથી ભૂખી વડોદરામાં એન્ટર થાય છે.

જે ખરીદશે તેના પૈસા પાણીમાં ગયા

વધુમાં તેમણે જણાવ્યું કે, 4 મહિના પહેલા પ્રિમોન્સૂન કામગીરી ચેક કરતો હોઉ છું. તેની બાજુમાં મસ્ત ડુપ્લેક્ષ મકાનની સ્કિમ બનેલી છે. સ્કિમમાં દોઢ કરોડનો બંગ્લાનો ભાવ છે. ડુપ્લેક્ષમાં ઉભા રહીને કાંસ જોયો. જે ખરીદશે તેના પૈસા પાણીમાં ગયા. મેં કમિશનર સાહેબને કહ્યું કે, આ માટે કોઇ પ્રયોજન કરવું જોઇએ. નદીના કાંસ પર કોઇ સાઇટ બનતી હોય તો તેના માટે પરમીશનને લઇને કોઇ સુધારા વધારા કરવાના હોય તો તે કરવા જોઇએ. સાઇટના પેમ્ફલેટ પર પર લખવું જોઇએ કે બાજુમાં કાંસ કે નદીનું વહેણ છે. હાલ જે ભૂખી કાંસ જોઇ રહ્યા છીએ તે 10 – 12 મીટરનો છે. આગળ આવતા શિવમ બંગ્લો, એકતા નગર પાસે 4 .50 મીટરનો થઇ જાય છે.

વોર્ડ નં – 1 સ્મશાનની બાજુમાં એક મોટો ફોલ્ટ હતો

વધુમાં તેમણે ઉમેર્યું કે, 2012 માં તેના પર સ્લેબ મારવામાં આવ્યો હતો. નાગરિકોને મચ્છરની સમસ્યા હતી. 10 મીટર પ્રમાણે પાણી આવતું હોય અને તે અહિંયા આવીને 4 .50 મીટરમાં જાય તો સ્વભાવિક છે કે, વિસ્તારમાં પાણી ભરાઇ જાય. બીજી વસ્તુ 1 વોર્ડમાં આ વખતે ભૂખી કાંસ ઓવર ફ્લો થયું કાંસ પરથી પાણી જતું હતું. જે તે દિવાલ તોડાવી. છતાં બીજા દિવસે પાણી ઓછું થતું ન્હતું. વોર્ડ નં – 1 સ્મશાનની બાજુમાં એક મોટો ફોલ્ટ હતો. તેનાથી પાણી આખુ મારા વિસ્તારમાં બેક મારતું હતું. તે તોડાવ્યું ત્યારે પાણી જવાનું ચાલુ થયું હતું.

પરિવારમાં લાખોનું નુકશાન

વધુમાં તેમણે જણાવ્યું કે, કમિશનરને કહ્યું કે, ભૂખીનું કેટલા મીટરની છે તે નક્કી કરો. પછી જે ગેરકાયદેસર બાંધકામ આવતા હોય તેનો જલ્દી તોડવાનું ચાલુ કરો. દર પાંચ વર્ષે જવાનું, એટલે તે લોકો નુકશાન અંગે કકળાટ કરે. અમારા વિસ્તારમાં મને એમ લાગે છે કે, નાગરિકો, જે મારો પરિવાર કહેવાય, પરિવારમાં લાખોનું નુકશાન થાય છે, એટલે તેણે લાખો રૂપિયા તૈયાર જ રાખવાના. દર થોડાક સમયે તેનાથી ફર્નિચર બનાવવાનું, મેં દુખી થઇને કમિશનરને રજુઆત કરી છે. અગાઉ પણ રજુઆતો કરી હતી.

આ આપણી ભૂલ હતી

વધુમાં તેમણે ઉમેર્યું કે, હું ભૂખી કાંસ માટે ગયો હતો. ચેરમેનને ભૂખીની ચેનલ અનુસંધાને, બે મહિના પહેલા મળેલી મીટિંગમાં વરસાદી ચેનલ બનાવી તે સમયે મેં કહ્યું કે, 20 વર્ષ એડવાન્સ, ત્યારે કેટલું પાણી આવી શકે છે. જુની કામગીરીને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. એ વાત પૂર્વ ઝોનમાં ન થાય તે માટે મેં ચેરમેનને કહ્યું કે, આ આપણી ભૂલ હતી. ભૂલ આપણે સ્વિકારવી જોઇએ.

આ પણ વાંચો — VADODARA : બે વર્ષમાં જ ઓવર બ્રિજ ખખડી ગયો