+

VADODARA : હોળીકા દહનથી રોડ-રસ્તાને થતું નુકશાન આટકાવવા માટી-રેતીના થર કરવા સૂચન

VADODARA : હોળી-ધૂળેટી (HOLI 2024) પર્વ હવે નજીક છે. ત્યારે પાલિકા તંત્ર (VMC) દ્વારા લોકોને હોળી પ્રગટાવતા  (Holika Dahan ) સમયે સાવચેતી રાખવા અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે,…

VADODARA : હોળી-ધૂળેટી (HOLI 2024) પર્વ હવે નજીક છે. ત્યારે પાલિકા તંત્ર (VMC) દ્વારા લોકોને હોળી પ્રગટાવતા  (Holika Dahan ) સમયે સાવચેતી રાખવા અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે, હોળીની જ્વાળાની સીધી ગરમીના કારણે રસ્તાઓના ડામર પીગળી જવાથી રસ્તાઓને જંક્શન તુટી જાય છે. આવા જંક્શનોની મરામત કરવી પડે છે. જેથી પ્રથમ લિંંપણ અથવા અન્યનું થર કરી તેના પર હોળી પ્રગટાવવાથી નુકશાન ટાળી શકાય છે. અને પાછળથી થતો બિનજરૂરી ખર્ચ અટકે છે.

જ્વાળાની સીધી ગરમીના કારણે ડામર પીગળી શકે

વડોદરા મહાનગર પાલિકા (VMC) દ્વારા હોળીના તહેવાર નિમિત્તે જાહેર જનતાવે નમ્ર અપીલ કરતા જણાવાયું છે કે, વડોદરામાં હોળીના તહેવાર નિમિત્તે વિવિધ સ્થળોએ જાહેર રસ્તાઓના જંક્શન પર તથા સોસાયટીઓના અંતરિક માર્ગ પર હોળી પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે પવિત્ર હોળી જાહેર માર્ગ પર સીધા ડામર રોડ પર લાકડા, ઘાસ, છાણા વગેરે એકત્ર કરી હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીની જ્વાળાની સીધી ગરમીના કારણે રસ્તાઓના ડામર પીગળી જવાથી રસ્તાઓના જંક્શનોની મરામત પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે. તેમજ જાહેર જનતાને અગવડ ઉપસ્થિત થાય છે.

થર પાથર્યા બાદ હોળી પ્રગટાવો

જાહેર હિતમાં અપીલ કરવામાં આવી છે કે, હોળી પ્રગટાવવાના સ્થળે પ્રથમ ડામર રસ્તા ઉપર છાણ-માટીનું જાડુ લીંપણ કરવામાં આવે તથા તેના પર ઇંટ અથવા રેતી-માટીનું થર પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે તો જાહેર માર્ગોને થતું નુકશાન મહદઅંશે નિવારી શકાય તેમ છે. આ મુજબ હોળી પ્રગટાવવા માટે તમામને અપીલ કરવામાં આવે છે.

સૂચન રોડ-રસ્તાને થતા નુકશાનને બચાવવામાં મહત્વપૂર્ણ

વડોદરામાં ઠેર ઠેર હોળીકા દહનનો કાર્યક્રમ યોજાય છે. કેટલીક જગ્યાઓએ જાહેર રસ્તા પર જ મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો હોળી પૂજનમાં જોડાય છે. ત્યારે પાલિકા દ્વારા અગાઉથી કરવામાં આવેલુ અપીલ સાથેનું સૂચન રોડ-રસ્તાને થતા નુકશાનને બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

લાકડાનો ઉપયોગ ઓછો કરી શકાય

સમય જતા હવે વૈદિક હોળીએ પોતાનું સ્થાન જમાવ્યું છે. વૈદિક હોળીમાં ગાયના છાણ, તેમાંથી તૈયાર કરાયેલા ગૌ કાસ્ટ ભેગા કરીને હોળી તૈયાર કરવામાં આવે છે. જેને કારણે લાકડાનો ઉપયોગ ઓછો કરી શકાય, તો બીજી તરફ ગૌ શાળાઓને આર્થિક ટેકો પણ મળી જાય તેમ છે.

આ પણ વાંચો —VADODARA : સાંસદ વિરૂદ્ધ પોસ્ટર કાંડમાં જવાબ આપવા ગાંધીજીનું કટાઉટ લઇ પહોંચ્યા કોંગ્રેસ પ્રમુખ

Whatsapp share
facebook twitter