+

VADODARA : માર્ગો દુરસ્ત કરવા 224 મેટ્રીક ટન વેટ મિક્સથી પૂરાયા ખાડા

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગને તુરંત સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપ્યા બાદ મહાપાલિકા દ્વારા દુરસ્તીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજ શુક્રવારે બપોર…

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગને તુરંત સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપ્યા બાદ મહાપાલિકા દ્વારા દુરસ્તીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજ શુક્રવારે બપોર સુધીમાં ૨૨૪ મેટ્રીક ટન વેક મિક્સ કરી ૬૭૯ ખાડાઓનું પૂરાણ કરવામાં આવી રહ્યું છે.

ટીમ બનાવી સર્વે મુજબ ખડેપગે કામગીરી

પૂરના કારણે વડોદરા શહેરી વિસ્તારના માર્ગો અને સિમેન્ટ કોંક્રિટ લેયરને નુકસાન પહોચ્યું છે. આંતરિક રસ્તાઓમાં પડેલા ખાડા અને ક્ષતિગ્રસ્ત રોડ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે મરમ્મતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાલિકાના રોડ રસ્તા વિભાગના એન્જીનીયરો, સુપરવાઈઝરો, કમૅચારીઓ અને ફિલ્ડ વર્કરો ટીમ બનાવી સર્વે મુજબ ખડેપગે કામગીરી કરી રહ્યા છે. આજરોજ પણ મહાપાલિકાની ટીમો દ્વારા ખાડા પૂરાણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી.

679 મોટા ખાડાઓનું પેચવર્ક

તમામ વોર્ડમાં મળીને કુલ ૨૨ જેસીબી, ૩૮ ટ્રેકટરો, ૪૨ ડમ્પરો – મીની ડમ્પરો, ૧૫૦ જેટલા કર્મયોગીઓ સહિત કુલ ૨૨૪ મેટ્રિક ટન જેટલા વેટમિક્સ કોંક્રિટ પાથરીને પેચવર્ક કરવાની કામગીરી કરવામાં આવી છે. આ તમામ સંસાધનો થકી શહેરમાં પડેલા કુલ 679 મોટા ખાડાઓનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.

પૂર બાદ વડોદરા શહેરમાંથી એક દિવસમાં ૧૭૦૦ મેટ્રીક ટન કચરો ઉઠાવાયો

વડોદરા શહેરમાં ભરાયેલા પાણી ઓસર્યા બાદ તીવ્ર ગતિથી સફાઇ અભિયાન હાથ કરવામાં આવ્યું છે. ૪૪૦૦થી પણ વધુ સ્વચ્છતાકર્મીઓ શહેરમાંથી કચરાને સાફ કરી રહ્યા છે. વડોદરા મહાપાલિકાની મદદ માટે અન્ય જિલ્લાની મહાપાલિકા અને નગરપાલિકામાંથી આવેલા ૬૫૦ મળી કુલ ૪૮૦૦ થી વધુ સ્વચ્છતાકર્મીઓ સફાઇની કામગીરીમાં જોડાયા છે. જેમના દ્વારા દિનરાત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ૪૩૯ ડોર ટુ ડોર અને ઓપન સ્પોટ કલેશન વાન, ૨૯ ડિસિડિટિંગ ગ્રેબ બકેટ, ૧૯ સક્શન મશીન, ૫ સુપર સક્શન મશીન, ૩ રિસાયક્લર મશીન, ૩૭ જેસીબી, ૪૪ ડમ્પર, ૨૪ ટ્રેક્ટરનો ઉપયોગ સ્વચ્છતા અભિયાનમાં કરાઇ રહ્યો છે.

આ પણ વાંચો — VADODARA : “પાણીની દુર્ગંધથી હવે ઉલટી થાય છે”, સ્થાનિકનો બળાપો

Whatsapp share
facebook twitter