+

VADODARA : ક્ષત્રિય સમાજની મીટિંગના વાયરલ મેસેજને લઇ પોલીસ દોડતી થઇ

VADODARA : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) ના વિવાદીત નિવેદનનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે વડોદરા (VADODARA) માં ક્ષત્રિય સમાજ દ્વારા…

VADODARA : કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) ના વિવાદીત નિવેદનનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે વડોદરા (VADODARA) માં ક્ષત્રિય સમાજ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય તેવો મેસેજ વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. અને સમાજની વાડી બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વાયરલ મેસેજ પોલીસ સુધી પહોંચતા ટીમ એલર્ટ બની

લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની એક ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો છે. વિવાદ વધતા તેઓ ટીપ્પણીને લઇ માફી પણ માંગી ચુક્યા છે. પરંતુ વિરોધ અટકવાનું નામ નથી લેતો. અને દિવસેને દિવસે વિરોધ વેગવંતો બનતો જાય છે. ત્યારે આજે વડોદરામાં માણેજા ખાતે આવેલી વડોદરા રાજપુત યુવા એસોશિયેસનની વાડીમાં સમાજના આગેવાનોની મીટિંગનો મેસેજ વાયરલ થયો હતો. આ વાયરલ મેસેજ પોલીસ સુધી પહોંચતા ટીમ એલર્ટ બની હતી. અને સ્થળ પર પહોંચી હતી.

ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

જો કે, માણેજા ખાતે આવેલી વડોદરા રાજપુત યુવા એસોશિયેસનની વાડીમાં કોઇ પણ મીટિંગ નહિ હોવાનું ધ્યાને આવ્યું હતું. તો બીજી તરફ વાડી બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે જ વાયરલ મેસેજના છેડા સુધી પહોંચવાના પ્રયત્નો તેજ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિરોધની આગ શાંત થવાની જગ્યાએ વધી

અત્રે નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી બાદ તેઓ અનેક વખત માફી માંગી ચુક્યા છે. તાજેતરમાં તો ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ હાથ જોડીને આ મામલાનો અંત લાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. છતાં વિરોધની આગ શાંત થવાની જગ્યાએ વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ પણ સતર્ક છે. અને સ્થિતી પર નજર રાખીને બેઠી છે.

આ પણ વાંચો —  VADODARA : VMC ની ટીમે લીધેલા 28 ખાદ્યપદાર્થોના નમુના “નાપાસ”, વાંચો યાદી

Whatsapp share
facebook twitter