+

VADODARA : બાર ફૂટના રંગલો-રંગલી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા

VADODARA : લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION – 2024) અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આગામી ૭ મી મે, ૨૦૨૪ને મંગળવારના રોજ યોજાનાર છે. વડોદરા સંસદીય મત વિભાગમાં દરેક…

VADODARA : લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION – 2024) અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આગામી ૭ મી મે, ૨૦૨૪ને મંગળવારના રોજ યોજાનાર છે. વડોદરા સંસદીય મત વિભાગમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

આકર્ષણનું કેન્દ્ર બનશે

લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોન સહયોગથી મતદાન જાગૃતિ માટે ૧૨ ફૂટની  બે વિશાળ મેસ્કોટ (કઠપૂતળી) બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ નો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

વિનિત જોશી પણ અભિયાનમાં સહભાગી

આ બંને મેસ્કોટ (કઠપૂતળી) નું આજે કલેકટર કચેરી ખાતેથી ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોષીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ ઉપરાંત એક પૈડાંવાળી સાયકલ ચલાવતા સાયકલિસ્ટ વિનિત જોશી પણ આ અભિયાનમાં સહભાગી થઈ સાયકલ મારફતે મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે.

ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા શહેરમાં ગત લોકસભા ચૂંટણીમાં જે મતદાન મથકો પર પુરુષ મતદાનની સાપેક્ષે મહિલા મતદાનનું પ્રમાણ દસ ટકાથી આછું નોંધાયું છે એવા વિસ્તારોમાં આ મેસ્કોટના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં વધુમાં નાગરિકો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે વડોદરાના આંગણે લોકશાહીના અવસરને ઉજવવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

આ પણ વાંચો — VADODARA : ધોમધખતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટુ રાહત લઇને આવ્યું

Whatsapp share
facebook twitter