+

VADODARA : ભાજપના ઉમેદવારોની જીત માટે સમર્થકે આકરી માનતા પૂર્ણ કરી

VADODARA : વડોદરામાં વાઘોડિયા વિધાનસભા (WAGHODIA VIDHAN SABHA) બેઠક પર પેટા ચૂંટણી (BYELECTION) અને વડોદરા બેઠક પર લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION – 2024) યોજાવવા જઇ રહી છે. બંને…

VADODARA : વડોદરામાં વાઘોડિયા વિધાનસભા (WAGHODIA VIDHAN SABHA) બેઠક પર પેટા ચૂંટણી (BYELECTION) અને વડોદરા બેઠક પર લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION – 2024) યોજાવવા જઇ રહી છે. બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો પ્રચંડ જીત મળે તે માટે આજે અનગઢના સમર્થક અને કાર્યકર્તા દ્વારા આકરી માનતા પૂર્ણ કરી છે. આ તકે વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (DHARMENDRASINH VAGHELA) અને ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.

આ વખતે બાપુ જીતશે

ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે અનગઢ, વખતપુરાના રહેવાસી સુરેશભાઇ ગોહિલે નિવાસ સ્થાનેથી મહોણી માતા મંદિરે, અનગઢ ઘૂંટણીયે ચાલીને જઇ સુધી ધ્વજારોહણ કરવાની માનતા રાખી હતી. બાપુ વિજેતા બન્યાની માનતા આજે પૂર્ણ કરી હતી. સાથે જ આગામી ચૂંટણીને લઇને માનતા રાખી હતી. સમગ્ર મામલે સુરેશ ગોહિલ જણાવે છે કે, બાપુની વર્ષ – 2022 ની બાધા રાખી હતી. આ વખતે બાપુ જીતશે. ફરી બાધા રાખી છે.

અમને જંગી જીતમાં કોઇ રોકી શકતું નથી

વાઘોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, અનગઢ ગામ એટલે મારૂ ગામ ગણાય, અહિંયાના લોકોએ જે પ્રેમ આપ્યો છે, બાળકથી લઇને વડીલ સુધીના લોકો મારાથી પરિચીત છે. તેમણે મને પ્રેમ આપ્યો છે. આજે ગામના સુરેશભાઇ જેવા કાર્યકર જવલ્લે જ જોવા મળે, તેવી આકરી માનતાઓ લઇને લાગણી તેમનો પ્રેમ છે. અનગઢ ગામનું રૂણ કાયમ માટે રહેશે. ગ્રામજનોએ આપેલો પ્રેમ અવશ્ય વિકાસના કામો અને અનગઢ ગામની સેવા કરીને ચુકવીશું. આ માતાજીની અસીમ કૃપા કહેવાય, સુરેશભાઇ જેવા કપરી ગરમીમાં બે ઉમેદવારોની માટે થઇને ઢીંચણ પર ચાલીને જઇને માં મહોણી મંદિરે જઇ રહ્યા છે. આ કુદરતની કૃપા છે, આવા લાગણીશીલ અને હિતેચ્છુ કાર્યકરો અમારી જોડે હોય. પછી અમને જંગી જીતમાં કોઇ રોકી શકતું નથી.

ખુબ જ મજબૂત મનોબળ પ્રાપ્ત થાય

વડોદરા બેઠક પરથી ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંર જોશી જણાવે છે કે, શિક્ષણ સમિતિમાં પ્રતિનિધિત્વ કરતા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો મારો પ્રથમ અનુભવ છે. અનગઢ ગામના સુરેશભાઇ નામના કાર્યકર ધર્મેન્દ્રસિંહ અને મારા માટેની પ્રચંડ જીત માટે જે બાધા રાખીને ધોમધખતા તડકામાં જાય છે. તેમને પહોંચચા સાડા ત્રણ કલાક જેટલો સમય લાગી શકે તેમ છે. ત્યારે અમે બંને કાર્યકર્તાઓની લાગણીથી ખુબ જ મજબૂત મનોબળ પ્રાપ્ત થાય છે. બંને બેઠકો પર ભાજપને પ્રચંડ બહુમતી મળશે.

આ પણ વાંચો — VADODARA : BJP MLA ના પેટ્રોલપંપ પર બબાલ સંદર્ભે ધમકી આપનાર સામે ફરિયાદ

Whatsapp share
facebook twitter